સુરત પોલીસની અપીલ:‘ઘર બંધ કરીને ફરવા કે વતન જતા હોવ તો પોલીસને અચૂક જાણ કરો’

સુરત3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • પાડોશીઓ અને સોસાયટી પ્રમુખ વગેરેને પણ જાણ કરવી જરૂરી
  • લોકોના જાન-માલનું રક્ષણ થાય, ચોરીના બનાવ ઘટે તે માટે પોલીસની અપીલ

દિવાળીની રજાઓમાં લોકો માદરે વતન કે પછી ટુર પર જતા હોય છે. આવા સમયે ખાસ કરીને તસ્કરો બંધ ઘરોને ટાર્ગેટ કરતા હોય છે. આ માટે પોલીસે લોકોને અપીલ કરી છે કે ઘર બંધ કરી જતા પહેલાં જો સ્થાનિક પોલીસમાં અરજી કે પછી 100 નંબર કોલ કરી જાણ કરવામાં આવે તો પોલીસ તમારા ઘરની સુરક્ષા રાખી શકે છે, જાન માલનું રક્ષણ કરી ચોરીના બનાવો પણ અટકી શકે છે.

પોલીસે લોકોને અપીલ કરી છે કે ઘર બંધ કરીને વતન કે પછી ફરવા માટે જાવો ત્યારે ઘરમાં કિંમતી સામાન બની શકે તો પોતાની સાથે લઈ જાવો અથવા સેફ જગ્યાએ મુકી દેવો જોઈએ. એટલું જ નહિ તમારી આસપાસ રહેતા પાડોશી જો આવા સમયે બહારગામ ન જવાના હોય તો પહેલા તેને જાણ કરો, પછી તમારી સોસાયટીના પ્રમુખને જાણ કરો, જેથી તેઓ સિક્યુરિટી ગાર્ડને પણ ઍલર્ટ કરી શકે, તમારા ઘરની આસપાસ કોઈ શંકાસ્પદ ઈસમ દેખાય તો પોલીસને જાણ કરો. આવુ કરવામાં આવે તોજ ચોરીના બનાવો આવા સમયે અટકી શકે છે.

હાલમાં સ્થાનીક પોલીસની પીસીઆરવાનના સ્ટાફે દરેક સોસાયટીમાં પ્રમુખને આ બાબતે જરૂરી સૂચનો આપવાની શરૂઆત કરી છે. જેનાથી ચોરીના બનાવો અટકાવી શકાશે.

વેકેશનમાં બહારગામ જાવ ત્યારે આટલી કાળજી રાખવી હિતાવહ

  • પહેલા તો તમારા પડોશી અને સોસાયટીના પ્રમુખને જાણ કરો, જેથી પ્રમુખ સિક્યુરિટી ગાર્ડને પણ ઍલર્ટ કરી શકે, રાત્રે 10 થી સવારે 7 વાગ્યા સુધી સિક્યુરિટી ગાર્ડએ ખાસ કરીને બંધ ઘરોનું ખાસ ધ્યાન રાખવાનું રહેશે.
  • બહારગામ જતા લોકોએ સ્થાનીક પોલીસને જાણ કરી શકે છે. જેથી પોલીસ પણ તમારા ઘરની આસપાસ પેટ્રોલિંગ કરી શકે તો ચોરીના બનાવો અટકાવી શકાય છે
  • સોસાયટીમાં કોઈ શંકાસ્પદ ઈસમ દેખાય તો પોલીસને જાણ કરી શકે છે
  • સોસાયટીમાં દિવસ દરમિયાન કોણ કોણ આવે છે તેની વિગતો અને સીસી કેમેરાથી વોચ રાખો
  • ખાસ કરીને ઘરમાં તાળાં ન મારો તેને બદલે ઈન્ટરલોક મારવાનું રાખો, જેનાથી કોઈ રેકી કરવા આવે તો તેને ખબર ન પડે કે આ ઘરમાં તાળું છે
  • તમારા ઘરમાં કીમતી સામાન શક્ય હોય તો સાથે લઈ જાવ અથવા કોઈક સુરક્ષિત જગ્યાએ અતવા લોકરમાં રાખો.
અન્ય સમાચારો પણ છે...