તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અતુલની મુશ્કેલી વધી:મહિલાને મોતને ઘાટ ઉતારનાર વેકરિયાએ દારૂ પીધો હોવાની પુષ્ટિ, જામીન રદ થશે અને પોલીસ ધરપકડ કરશે

સુરત2 મહિનો પહેલા
  • કૉપી લિંક
મહિલાનો ભોગ લેનાર અતુલ વેકરિયાની ફાઈલ તસવીર. - Divya Bhaskar
મહિલાનો ભોગ લેનાર અતુલ વેકરિયાની ફાઈલ તસવીર.
  • અતુલ સામે મોટર વ્હીકલ એક્ટ હેઠળ કલમ 185 પણ ઉમેરવામાં આવશે

સુરત શહેરમાં અતુલ બેકરીના માલિક અતુલ વેકરિયા નશાની હાલતમાં કાર હંકારી મહિલાને મોતને ઘાટ ઉચારી હોવાનું પુરવાર થઈ ચૂક્યું છે. અતુલ વેકરિયાના પ્રાથમિક રિપોર્ટમાં દારૂ પીધો હોવાની સ્પષ્ટતા થઇ ચૂકી છે. પરિણામે તેની સામે મોટર વ્હીકલ એક્ટ હેઠળ કલમ 185 પણ ઉમેરવામાં આવશે. પહેલાં સામાન્ય ગુનાઓના કારણે અતુલને જામીન મળી ગયા હતા. જોકે હવે કલમ 185નો ઉમેરો થયા બાદ જામીન રદ થશે અને અતુલની પોલીસ ધરપકડ કરશે.

અતુલની અટકાયત કર્યા બાદ મેડિકલ તપાસ કરાઈ હતી
વેસુ વિસ્તારમાં અતુલ વેકરિયાએ મોપેડ પર બેઠેલી ઉર્વશી ચૌધરીને અડફટે લેતાં તેનું મોત નીપજ્યું હતું .ત્યારબાદ શરૂઆતમાં તેણે પોતે ગાડી ન ચલાવતો હોવાની વાત પોલીસ સમક્ષ કરી હતી. ડ્રાઇવર અકસ્માત બાદ નાસી ગયો હોવાની ખોટી દલીલો કરી હતી. હવે એક બાદ એક સ્પષ્ટીકરણ થઈ રહ્યું છે. ઘટનાસ્થળ પરથી અતુલ વેકરિયાની અટકાયત કર્યા બાદ તેનો મેડિકલ તપાસ કરવામાં આવ્યો હતો. જેમાં સ્પષ્ટતા થઇ છે કે તેણે કેફી દ્રવ્ય પીને ગાડી ચલાવી હતી. અત્યારે અતુલ સામે જે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. તેમાં મોટર વ્હીકલ એક્ટની કલમ 185 ઉલ્લેખ કરવામાં આવ્યો ન હતો.

અકસ્માત સમયે જ દારૂના નશામાં હોવાના કારણે અતુલ ચાલવાની સ્થિતિમાં પણ ન હતો.
અકસ્માત સમયે જ દારૂના નશામાં હોવાના કારણે અતુલ ચાલવાની સ્થિતિમાં પણ ન હતો.

સામાન્ય કલમના કારણે જામીન મળી ગયા હતા
અતુલ વેકરિયાનો મેડિકલ રિપોર્ટ આવ્યા બાદ હવે તેની સામે થયેલી એફઆઇઆરમાં મોટર વ્હીકલ એક્ટની કલમ 185નો ઉમેરો કરવામાં આવી શકે છે. જેનાથી અતુલની મુશ્કેલીઓમાં વધારો થશે. હાલ પોલીસે માત્ર કલમ 334 (એ) લગાડી હોવાથી અતુલ વેકરિયાને 24 કલાકમાં જામીન મળી ગયા હતા. જોકે હવે 185ની કલમનો ઉમેરો એપઆરઆઈમાં થતા તેની જામીન રદ થશે અને પોલીસે તેની ધરપકડ કરવી પડશે. દારૂ પીને વાહનચાલક જ્યારે અકસ્માત સર્જે ત્યારે તે જામીનપાત્ર ગુનો બનતો નથી.

મૃતક મહિલાની ફાઈલ તસવીર.
મૃતક મહિલાની ફાઈલ તસવીર.

અકસ્માત સમયે અતુલ દારૂના નશામાં ચૂર હતો
ઝોનન ત્રણના ડીસીપી વિધિ ચૌધરીના જણાવ્યા મુજબ, પ્રાઇમરી મેડિકલ તપાસના આધારે પૂરવાર થયું છે કે અતુલ વેકરિયા જ્યારે ઉર્વશી ચૌધરી તેમજ અન્ય લોકોને અડફેટે લીધા હતા ત્યારે તે નશાની હાલતમાં હતા. જેથી અતુલ વેકરિયા સામે મોટર વ્હીકલ એક્ટ કલમ 185નો ઉમેરો થશે. અતુલ વેકરિયાનો બ્લડ રિપોર્ટ એફએસએલમાં આપવામાં આવશે ત્યારબાદ વધુ કાર્યવાહી કરવામાં આવશે.

કારથી મોપેડ પર બેસેલી યુવતીને મોતને ઘાટ ઉતારી.
કારથી મોપેડ પર બેસેલી યુવતીને મોતને ઘાટ ઉતારી.

યુનિવર્સિટી રોડ પર મોપેડ ચાલક યુવતીનું મોત નિપજાવનારા અતુલ બેકરીના માલિક એવા આરોપી અતુલ વેકરિયા ફરતે કાનૂની સકંજો કસાયો છે. પોલીસે આરોપી સામે કલમ 304 અને 185નો ઉમેરો કરતો રિપોર્ટ કોર્ટમાં રજૂ કર્યો હતો જે કોર્ટે મંજૂર કરતાં હવે અતુલ વેકરિયાની ફરી ધરપકડનો માર્ગ ખુલ્યો છે. હવે પોલીસે આરોપીની અરજી કેન્સલ કરવાની અરજી કોર્ટમાં કરવી પડશે. ત્યારબાદ આરોપીની ધરપકડ શક્ય બનશે.

કાનૂની જાણકારોના મતે આ પ્રકારના કેસમાં હવે વર્ષ 2019ના સુપ્રીમ કોર્ટના ચુકાદા મુજબ કાર્યવાહી થાય છે. જેમાં આરોપીના જામીન રદ કરવા માટેની અરજી થશે, આ ઉપરાંત આરોપી પણ હાજર થઈને સરેન્ડર કરી શકે, આગોતરા કરી શકે. ઉપરાંત પોલીસ કોર્ટ પાસે વોરન્ટની માગણી પણ કરી શકે છે.

એક વખત પૈસાની પણ ઓફર થઇ હતી
ઉર્વશીના ભાઇ નિકુંજે જણાવ્યું હતુંકે, એક વખત મારા પિતા પર એક કોલ આવ્યો હતો. જેણે પૈસાની ઓફર કરી હતી. જોકે, અમે ગણકાર્યો ન હતો. ત્યારબાદ કોઇ કોલ આવ્યો નથી. અમારે પૈસા નથી જોઇતા ફક્ત ન્યાય જોઇએ છે.

રાજકીય વગ ધરાવનારા નશામાં આવું કૃત્ય કરે છતાં સમાજમાં ખુલ્લેઆમ ફરી રહ્યા છે
આ જે એક જાગૃત નાગરિક તરીકે સુરત ડ્રીંક એન્ડ ડ્રાઈવ કેસ બાબતે હું થોડો પ્રકાશ પાડવા માંગુ છું. અમારી લાડકી દિકરી... ઉર્વશી... મારી નાની બેનના આકસ્મિક મૃત્યુથી અમારો પરિવાર ખુબજ આઘાતમાં ગરકાવ થઈ ગયો છે. એ નથી તો આજે અમારે માટે કંઈ નથી. અમારી પાસે કંઈ નથી, માત્ર એક ન્યાય જ છે. મનમાં એટલી જ ઈચ્છા છે કે બેન જેટલું પણ જીવી એની જિંદગી પર પ્રશ્નાર્થ ના રહી જાય... ઉર્વશી...એક કારણ માત્ર એટલું કે આપણી દુનિયામાં કોઈ વ્યક્તિના જીવ કરતા પૈસો મોટો છે? અતુલ વેકરિયા જેવા પૈસાદાર અને રાજકીય વગ ધરાવનાર લોકો નશાની હાલતમાં આવું કૃત્ય કરે અને પૈસાના જોરે લોકોને વહેંચાતા લઈ પોતાના ગુના ઉપર પડદો નાખી સમાજમાં ખુલ્લેઆમ ફરે છે. અમે તો ખુબજ સામાન્ય પરિવારમાંથી આવીએ છીએ.

અમારી પાસે એટલો પૈસો કે રાજકીય વગો નથી કે અમે એના માટે લડી શકીએ. પણ હું દેશના તેમજ ખાસ કરીને સુરતના રહેવાસીઓને એટલું પૂછવા માંગુ છું કે નાના ગરીબ કે મધ્યમ પરિવારમાં આવતા લોકોના જીવનું કોઈ મહત્વ નથી? શું પૈસો છે તો જ બધુ છે? શું પૈસો છે તો તમે કોઈનો જીવ પણ લઈ શકો ? શું પૈસો હોય તો જ અમે ઉર્વશીને ન્યાય અપાવી શકશું? શું અતુલભાઈ વેકરિયા પૈસાથી અમારી બેન (દિકરી)નો જીવ પાછો અપાવી શકે છે? અમારા પરિવારને અમારા દેશના સંવિધાન અને ન્યાયપાલિકા ઉપર પુરેપુરો વિશ્વાસ છે કે ઉર્વશીને ન્યાય મળશે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

વધુ વાંચો