• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • Arrangements Will Be Made To Get The Forms Of Central And State Government Schemes, The ATD Machine Will Be Completed By The MLA Of Surat

દેશમાં પહેલો પ્રયોગ:કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની યોજનાઓના ફોર્મ મળે તેવી વ્યવસ્થા, સુરતના પૂર્વ વિધાનસભાના ધારાસભ્ય દ્વારા ATD મશીન મુકાશે

સુરત3 મહિનો પહેલા
સુરતના પૂર્વ વિધાનસભાના ધારાસભ્ય દ્વારા એક ATD મશીન મુકશે.
  • મશીનની ખાસિયત એ છે કે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની યોજનાઓનું ફોર્મ સરળતાથી ઉપલબ્ધ થશે

કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓનો લાભ સામાન્ય પ્રજાને સરળતાથી મળી રહે તે માટે વ્યવસ્થા ઉભી કરવાની દિશામાં કામ કરવામાં આવ્યું છે. સુરત પૂર્વ વિધાનસભા બેઠકના ધારાસભ્ય અરવિંદ રાણા દ્વારા એક નવતર પ્રયોગ શરૂ કરાશે. નવાપુરા કોર્ટ સફિલ રોડ પર એની ટાઇમ ડોક્યુમેન્ટ(ATD) મશીન આવતીકાલે મુકવામાં આવશે.

મોબાઈલ નંબર પર ઓટીપી આવ્યા બાદ ફોર્મ મળશે
કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની યોજનાઓ અંગેની માહિતી આપતી અનેક યોજના છે. જેના થકી પ્રજાને સરકારની યોજનાઓ અંગે તો માહિતી મળી જાય છે પરંતુ તેના ફોર્મ લેવા જવાની અને ત્યારબાદ તે ફોર્મ ભરવા માટેના વિગતોને લઈને ખૂબ મુશ્કેલી થતી હોય છે. તેને સરળ કરવા માટે એની ટાઈમ ડોક્યુમેન્ટ મશીન મુકવામાં આવશે. આ મશીનમાં અલગ અલગ યોજનાઓ અંગેની માહિતી હશે જે યોજનાનું ફોર્મ ભરવું હોય તેને ક્લિક કરવાનું અને ત્યારબાદ જે મોબાઇલ નંબર એન્ટર કર્યો હોય તેના ઉપર જે ઓ.ટી.પી આવ્યો હોય તેની માહિતી અંદર આપવાની રહેશે. માહિતી આપતાની સાથે જ પ્રિન્ટર દ્વારા તે ફોર્મ બહાર આવી જશે.

સરકાર અને રાજ્ય સરકારની તમામ યોજનાના ફોર્મ મળશે.
સરકાર અને રાજ્ય સરકારની તમામ યોજનાના ફોર્મ મળશે.

ફોર્મ ભરવા માટે ક્યા ડોક્યુમેન્ટની જરૂર પડશે તેની પણ માહિતી મળશે
એટીએમ મશીનની જેમ તરત જ તે યોજનાનું ફોર્મ ક્લિક કર્યું હશે તે પ્રાપ્ત થઈ જશે. એટલું જ નહીં પરંતુ તે ફોર્મ ભરવા માટે ક્યા ડોક્યુમેન્ટની જરૂર પડશે તે અંગેની પણ માહિતી આપવામાં આવશે. જેથી સીધુ ફોર્મ અને ડોક્યુમેન્ટ લઈને જે તે વિભાગમાં જઈને ફોર્મ જમા કરાવવાનું રહેશે. મોબાઈલ નંબર અને ઓટીપી નંબર વેરિફાઈ થયા બાદ જ ફોર્મ બહાર આવશે.

હેલ્પ માટે એક નંબર પણ આપવામાં આવ્યો છે.
હેલ્પ માટે એક નંબર પણ આપવામાં આવ્યો છે.

ATM મશીનની માફક ATD મશીન બનાવ્યું
સુરત પૂર્વ વિધાનસભાના ધારાસભ્ય અરવિંદ રાણાએ જણાવ્યું કે સરકારી યોજનાઓનો લાભ પ્રજા સરળતાથી લઇ શકે તે માટે અમારા કાર્યકર્તાઓ સાથે સતત ચર્ચા થતી હોય છે. ચર્ચાના અંતે અમે ATM મશીનની માફક ATD મશીન બનાવ્યું છે. આશ્ચર્યની વાત એ છે કે આ મશીન પણ અમારા કાર્યકર્તા દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે. હાલ મારા વિસ્તારમાં એક મશીન ગોઠવવાની વ્યવસ્થા ઊભી કરી છે. ફોર્મ પણ મળી રહેશે અને તેની સાથે જે ડોક્યુમેન્ટ રાખવાના હોય છે તેને પણ વિગત મળશે. તેથી ફોર્મ ભરીને તૈયાર કરીને જ વ્યક્તિ જે તે અધિકારી પાસે પહોંચે જેથી તેનો સમય પણ નહીં બગડે અને એને ધક્કો પણ ના ખાવો પડે. કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની તમામ યોજનાઓની માહિતી અહીં ઉપલબ્ધ થઈ જશે.

એની ટાઈમ ડોક્યુમેન્ટ મશીનથી લોકોને સરળતા રહેશે.
એની ટાઈમ ડોક્યુમેન્ટ મશીનથી લોકોને સરળતા રહેશે.