• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • Vaccination Will Be Available At 178 Centers In Surat Tomorrow, Separate Centers For First And Second Doses, Find Out The Full List

વેક્સિનેશન:સુરતમાં આવતી કાલે 178 સેન્ટર પર રસી મળશે, પ્રથમ અને બીજા ડોઝ માટે અલગ-અલગ સેન્ટર, જાણો સંપૂર્ણ લિસ્ટ

સુરત3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વિદેશ જતા નાગરિકો માટે 2 સેન્ટર અને કોવેક્સિન રસી માટે 3 સેન્ટર

સુરતમાં આવતી કાલે કોરોના વેક્સિનેશન 178 સેન્ટર પર હાથ ધરાશે. પાલિકાને રોજિંદા 50થી 80 હજાર ડોઝની જરૂર રહેલી છે. હાલ પાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા 178 રસીકરણ કેન્દ્રોનું લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં પ્રથમ અને બીજા ડોઝ માટે સેન્ટર અલગ અલગ રાખવામાં આવ્યા છે.

સગર્ભા મહિલાઓ માટે અલગ વ્યવસ્થા કરાઈ
સુરત સહિત રાજ્યમાં બુધવાર અને રવિવારે વેક્સિન પ્રક્રિયા બંધ રાખવામાં આવી હતી. આવતીકાલ માટે પાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા સુરતમાં 178 સેન્ટર જાહેર કરાયા છે. કોવિશીલ્ડનાં પહેલા ડોઝ માટે 83 અને બીજા ડોઝ માટે 82 સેન્ટર છે. જ્યારે બે સેન્ટર વિદેશ જતા નાગરિકો માટે અને ત્રણ સેન્ટર કોવેક્સિન રસીના છે. આ સાથે સગર્ભા મહિલાઓ માટે અલગ વ્યવસ્થા ઉભી કરી 8 સેન્ટર જાહેર કરવામાં આવ્યા છે. એક સેન્ટર પર 125 લોકોને વેક્સિન આપવામાં આવશે.