તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • People Will Be Able To Adopt Wildlife Including Lions And Tigers Of Nature Park In Surat, Will Have To Bear The Cost Of Favorite Animal For 1 Year

અનોખી પોલિસી:સુરતમાં નેચર પાર્કના સિંહ-વાઘ સહિતના વન્યજીવોને લોકો લઈ શકશે દત્તક, 1 વર્ષ માટે મનગમતા પ્રાણીનો ખર્ચ ઉઠાવવો પડશે

સુરતએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • લોકો 200થી વધુ વન્યજીવોને 1 વર્ષ માટેનો નિભાવ ખર્ચ આપી શકે છે

સુરત કોર્પોરેશન સંચાલિત નેચર પાર્ક(પ્રાણીસંગ્રહાલય)ના વન્યજીવો માટે એડોપ્ટ(દત્તક) પોલિસી જાહેર કરવામાં આવી છે. જે અંતર્ગત લોકોને ગમતા વન્યજીવોને તમે દત્તક તરીકે લઈ શકો છો. આ પોલિસી અંતર્ગત માટે તમે કોઈપણ વન્યપ્રાણીને એક વર્ષ માટે તેનો નિભાવ ખર્ચ આપી શકો છો. જેમ કે તમને વન્યજીવ તરીકે નેચર પાર્કના સિંહને એડોપ્ટ કરવો છે. તો કોર્પોરેશન દ્વારા નક્કી કરેલી રકમ તમારે ચૂકવવાની રહેશે.

ખોરાક, દવા સહિતના ખર્ચે અંગે દત્તક લેનારને જાણ કરાશે
નેચર પાર્ક દ્વારા તમામ વન્યજીવોની યાદી તૈયાર કરવામાં આવી છે. જે કંપની કે કોઈ સંસ્થા કોઈપણ વન્યજીવને એડોપ્ટ કરે તો તેનો એક વર્ષનો ખર્ચ આપી શકે છે. કંપનીઓ પોતાનો CSR ફંડમાંથી પણ ચૂકવણી કરી શકે છે. એક વર્ષ માટે વન્યજીવોને આપવામાં આવતો ખોરાક, તેને આપવામાં આવતી દવા તેમજ અન્ય તમામ બાબતોને ધ્યાનમાં રાખીને જેટલો પણ ખર્ચ થતો હશે તેની જાણ એડોપ્ટ કરનાર સંસ્થા કે વ્યક્તિને કરવામાં આવશે.

દત્તક લેનારનું નામ પાંજરા ઉપર લખવામાં આવશે
એડોપ્ટ કરનાર કંપની કે સંસ્થાનું નામ જે તે વન્યજીવના પાંજરા ઉપર લખવામાં આવશે તેમજ નેચર પાર્કના પ્રવેશદ્વાર ઉપર પણ લખાશે. સંસ્થાના નામનું બેનર લગાવવામાં આવશે. જેટલા સમય સુધી તે વન્યજીવને એડોપ્ટ કરશે ત્યાં સુધી બેનર લગાડવામાં આવશે. સુરત કોર્પોરેશનની આવકમાં થયેલા ઘટાડાને કારણે પણ આ પ્રકારનો નિર્ણય લેવાયો હોય તેવું લાગી રહ્યું છે. તો કેટલાક વન્યજીવ પ્રેમીઓ પણ આનો લાભ લઇ શકે અને પોતાને ગમતા પ્રાણીઓ અને તેઓ એડોપ્ટ કરશે.

દત્તક લેનારને વિનામૂલ્યે નેચર પાર્ક વિઝિટ માટે પાસ આપવામાં આવશે
નેચર પાર્કના ડો. રાજેશ પટેલ દ્વારા જણાવાયું કે અમે આ પોલિસી વિશેષ કરીને વન્યજીવ પ્રેમીઓ માટે લાવી રહ્યા છે. ઘણા લોકોને વન્ય જીવો સાથે ખૂબ જ લગાવ હોય છે. તેમજ સુરત શહેરની આસપાસ ઘણી એવી કંપનીઓ છે કે જે પોતાનો સીએસઆર ફંડ આમાં ઉપયોગ કરી શકે છે. જે વ્યક્તિ કે કંપની દ્વારા એડોપ્ટ કરવામાં આવશે તેમને અમે કેટલાક લાભ પણ આપીશું. જેમ કે એક વર્ષ દરમિયાન એમને વિનામૂલ્યે નેચર પાર્ક વિઝિટ માટે પાસ આપવામાં આવશે. ફક્ત તેમણે કોઈ પણ વન્ય પ્રાણી સાથે ફોટો પાડવા દેવામાં આવશે નહીં.