વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીએ બીકોમ, બીબીએ અને બીસીએના બેચ-2ની પ્રવેશ કાર્યવાહી શરૂ કરી છે. જોકે, આ બેઠક પર બેચ-1ની પ્રવેશ કાર્યવાહી પૂર્ણ થયા પછી ખાલી રહેતી બેઠક પર જ પ્રવેશ આપવામાં આવશે. યુનિવર્સિટીએ નવા શૈક્ષણિક વર્ષ 2022-23 માટે અંડર ગ્રેજ્યુએટના જુદા જુદા કોર્સોમાં બેચ-2 માટે ફોર્મ ભરવાની કાર્યવાહીનો કાર્યક્રમ જાહેર કર્યો છે.
એવામાં બીકોમ, બીકોમ ઑનર્સ, બીએ માસ કોમ્યુનિકેશન, બીકોમ સુરત ઝોન, બીસીએ સુરત ઝોન, બીબીએ ભરૂચ ઝોન, બીએફએ એટલે કેફાઇન આર્ટ્સ, બીઆઈડી એટલે કે ઇન્ટિરિયર ડિઝાઇનિંગમાં બેચ 2 માટેના પ્રવેશ ફોર્મ આગામી 15મી જુલાઇ, 2022 સુધી ઓનલાઇન ભરી શકાશે. બેચ-1ની પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ બાદ ખાલી રહેતી બેઠકો પર પ્રવેશ આપવામાં આવશે એવું જણાવાયું છે.
PhDના ફોર્મ 30 જૂન સુધી ભરી શકાશે
યુનિવર્સિટીએ પીએચડીના ફોર્મ ભરવાની મુદતમાં ફરી એક વખત વધારો કર્યો છે. એ મુજબ આગામી 30 જૂન સુધી ફોર્મ ભરી શકાશે. જો કે, આ ફોર્મ યુનિવર્સિટીની વેબસાઇટ પર જઇને રૂ. 1000 ટોકન ફી લઈ ભરી શકાશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.