હાલાકી:ટ્રાફિક હળવો કરવા પોલીસે લગાવેલાં બેરિકેડ જ મોટી સમસ્યા બની રહ્યા છે

સુરત4 મહિનો પહેલા
  • કૉપી લિંક
ઉતરાણ બ્રિજ પર ટ્રાફિક જામ - Divya Bhaskar
ઉતરાણ બ્રિજ પર ટ્રાફિક જામ
  • કાપોદ્રા ચાર રસ્તા અને ઉત્રાણ વીઆઇપી સર્કલ પર વાહનોને રોંગ સાઇડ જવું પડે છે

કાપોદ્રા અને ઉતરાણમાં ટ્રાફિક સમસ્યા ઉકેલવાના પ્રયોગો જ વધારે સમસ્યા પેદા કરી રહ્યા છે. કાપોદ્રા ચાર રસ્તા પાસે ધર્મનગર જવાની જગ્યા ટ્રાફિક પોલીસ દ્વારા બંધ કરી દેવાતા વાહનોન ે બ્રિજ ઉતરીને ડાબી બાજુ ક્રિષ્ના ઇન્ડસ્ટ્રીઝ તરફ વળી બ્રિજથી ફરી રોંગ સાઇડમાં ધરમનગર રોડ પર આવવું પડે છે. ઉતરાણ VIP સર્કલની બાજુમાં બેરિકેડ કરી રસ્તો બંધ કરતાં વાહનોને ઉતરાણ તરફ લાંબો ચક્કર મારવો પડે છે

સમસ્યા : ટ્રાફિક પોલીસ દ્વારા આ રીતે બેરિકેડ લગાવી રસ્તો બંધ કરી દેવાયો છે.
સમસ્યા : ટ્રાફિક પોલીસ દ્વારા આ રીતે બેરિકેડ લગાવી રસ્તો બંધ કરી દેવાયો છે.

.

બેરિકેડ હટાવી રસ્તો ખુલ્લો કરવો જોઇએ
કાપોદ્રા ચાર રસ્તા પાસે બેરિકેડથી બંધ કરાયેલો સ્તો ખોલી દેવાય તો ટ્રાફિક ઓછું થઈ જાય. ઉતરાણ VIP સર્કલ ખાતે પણ રસ્તો બંધ કરાયો છે તેને ખોલી અને ત્યાં ટ્રાફિક પોલીસ ઉભી રખાય તો સમસ્યા હલ થઈ શકે. > કિરણ ખોખાણી, કોર્પોરેટર

હાલમાં VIP સર્કલ પાસે સમસ્યા નથી
ટ્રાફિકને આગળ સુધી ડાયવર્ટ કરતાં હાલમાં ઉતરાણ VIP સર્કલ પાસે સમસ્યા નથી. સવારના સમયે બ્રિજ પર ઘણા વાહનો રોંગ સાઈડ જતા હોય છે તેને અટકાવવા કામગીરી શરૂ કરી છે. > અશોકસિંહ ચૌહાણ, એસીપી ટ્રાફિક

અન્ય સમાચારો પણ છે...