વાહચાલકોને રાહત:સુરતમાં જૂની RTO જંકશન પર લગાવાયેલા એક તરફના બેરીકેટ હટાવાયા, ટ્રાફિક ડીસીપીએ મુલાકાત લીધા બાદ નિર્ણય

સુરતએક મહિનો પહેલા
  • કૉપી લિંક
સ્થાનિક કોર્પોરેટરો અને ટ્રાફિક ડીસીપી સાથે સંકલન કરીને આ સમસ્યાનો ઉકેલ લાવવા માટેનો પ્રયાસ કર્યો હતો. - Divya Bhaskar
સ્થાનિક કોર્પોરેટરો અને ટ્રાફિક ડીસીપી સાથે સંકલન કરીને આ સમસ્યાનો ઉકેલ લાવવા માટેનો પ્રયાસ કર્યો હતો.
  • ત્રણથી ચાર કિલોમીટરના ફેરાવાનો ઘટાડો થતા રાહત

સુરતમાં છેલ્લા ઘણા સમયથી અઠવાગેટ તરફ જવાના રસ્તા ઉપર બેરીકેટ લગાવી દેવાના કારણે વાહનચાલકોને ભારે મુશ્કેલી સહન કરવાનો વખત આવ્યો હતો વિશેષ કરીને નાનપુરા ટીમલિયાવાડથી અઠવાગેટ તરફ જવા માટે બેરીકેટ લગાવી દીધું હોવાથી અંદાજે ત્રણથી ચાર કિલોમીટરનું અંતર કાપવું પડતું હતું. અઠવાગેટ બાદ જુની આરટીઓ પાસે પણ બેરીકેટ લગાડવામાં આવ્યું હતું તેને કારણે વાહનચાલકોને અઠવાલાઈન્સ તરફ જવા માટે મજુરાગેટ થઇને જવું પડતું હતું. સમય, ઈંધણનો વેડપાટ થતી હોવાની ફરિયાદો શહેરભરમાં ઉઠવા પામી હતી. ત્યારબાદ અઠવાગેટ પરની એક તરફની બેરીકેટ દૂર કરાતા થોડી રાહત થઇ હતી.

પ્રાયોગિક ધોરણે બેરીકેડ હટાવવા નિર્ણય
જૂની RTO જંકશનની આસપાસ ની સોસાયટીઓ તેમજ નાનપુરા ટીમલીયાવાડની સોસાયટીઓની બેરીકેડ હટાવવા બાબતની રજુઆત પોલીસ કમિશ્નર સમક્ષ કરવામાં આવી હતી. ટ્રાફિક ડીસીપી પ્રશાંત સુમ્બેને રૂબરૂ બોલાવી ત્યાં ચકાસણી કરવા સૂચના આપી હતી. આજે કોર્પોરેટરો તેમજ ડીસીપી પ્રશાંત સુમ્બે તેમજ એસીપી હરેશ મેવાડા સાથે અઠવાગેટ તેમજ RTO જંકશન પર સ્થળ વિઝિટ કરીને પ્રાયોગિક ધોરણે ખોલવા માટે નિર્ણય કરાયો હતો. સાથે અઠવાગેટ પર બહુમાળીથી આવતા વાહનો માટે પણ સિગ્નલ મુકવા માટે સૂચન કરાયું હતું. અઠવાગેટના બે ગાળા ખોલવા માટે તેમજ ત્યાંનું બસ સ્ટેન્ડ ખસેડવા માટે SMC સાથે ચર્ચા વિચારણા કરી ખુલ્લા કરવામાં આવશે.

કોર્પોરેટરો અને ટ્રાફિક ડીસીપી સાથે સંકલન કરી ઉકેલ લાવ્યા
સ્થાનિક કોર્પોરેટર વ્રજેશ ઉનડકટે જણાવ્યું કે ઘણા સમયથી અઠવાગેટ તરફ વાહનચાલકોની કેટલીક મુશ્કેલીઓ સામે આવી રહી હતી. નાનપુરા ટીમલિયાવાડ અઠવાલાઇન્સ જવાનો જે વિસ્તાર છે તે આગળ બેરીકેટ લગાડવામાં આવી હતી તેમજ જૂની આરટીઓ પાસે પણ બેરીકેટ લગાડી દેવામાં આવી હતી. જેના કારણે વાહનચાલકોને ખાસ્સું અંતર કાપીને અઠવાલાઈન્સ તરફ જવું પડતું હતું. સ્થાનિક કોર્પોરેટરો અને ટ્રાફિક ડીસીપી સાથે સંકલન કરીને આ સમસ્યાનો ઉકેલ લાવવા માટેનો પ્રયાસ શરૂ કર્યો છે અને આ બેરીકેડ હટાવી લેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે જેથી કરીને વાહનચાલકોને ઘણી રાહત થશે.