કડક પગલાં લેવાયા:બારડોલી તાલુકા ભાજપ પ્રમુખ પદ પરથી સસ્પેન્ડ, ભાજપ કાર્યાલયમાં યુવતીની છેડતીના આક્ષેપ થયા હતા

બારડોલી10 મહિનો પહેલા
  • કૉપી લિંક
જીતેન્દ્રસિંહ વાસિયાની ફાઈલ તસવીર - Divya Bhaskar
જીતેન્દ્રસિંહ વાસિયાની ફાઈલ તસવીર
  • જીતેન્દ્રસિંહ વાસિયાને પ્રાથમિક સભ્ય પદેથી પણ સસ્પેન્ડ કરવામાં આવ્યો

બારડોલી તાલુકા ભાજપ પ્રમુખ પદ પરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. સુરત જિલ્લા ભાજપ પ્રમુખ સંદિપ દેસાઈએ જણાવ્યું હતું કે, છેડતી પ્રકરણમાં બારડોલીના તાલુકા ભાજપ પ્રમુખને તેઓના પદ પરથી સસ્પેન્ડ કરવામાં છે. આ સાથે ભાજપના સભ્ય પદેથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. અત્રે ઉલ્લેખનિય છે કે, બારડોલી તાલુકા ભાજપ પ્રમુખ જીતેન્દ્રસિંહ વાસિયા સામે ભાજપ કાર્યાલયમાં યુવતીની છેડતીના આક્ષેપ થયા હતા.

છેડતીના આક્ષેપો થયા હતા
થોડા દિવસ અગાઉ સુરત જિલ્લા ભાજપ મધ્યસ્થ કાર્યાલય ખાતે યુવતીની બારડોલી તાલુકા ભાજપ પ્રમુખ જીતેન્દ્રસિંહ વાસિયાએ છેડતી કરી હોવાના આક્ષેપ થયા હતા. દરમિયાન યુવતીએ જિલ્લા ભાજપ પ્રમુખ સંદિપ દેસાઈને ફોન કરી ફરિયાદ કરી હતી. ત્યારબાદ ત્રણ દિવસ અગાઉ પ્રદેશ પ્રમુખની સુરત ઓફિસે જઈ રજૂઆત કરતાં મામલો ગરમાયો છે.

ભાજપના કાર્યકર રહેશે કે નહીં તે પ્રદેશ કક્ષાએથી નક્કી થશે
સંદીપ દેસાઇ (સુરત જિલ્લા ભાજપ પ્રમુખ)એ જણાવ્યું હતું કે, બારડોલી તાલુકા ભાજપ પ્રમુખ જીતેન્દ્રસિંહ વાસિયાને છેડતી પ્રકરણમાં પદ પરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ સાથે ભાજપના સભ્ય પદેથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ભાજપમાં તેઓ કાર્યકર તરીકે રહેશે કે નહીં તે પ્રદેશ કક્ષાએથી નક્કી કરાશે.