બારડોલીના બાબેન ગામે લક્ઝરિયા એપાર્ટમેન્ટમાં લિવ-ઇનમાં રહેતી પ્રેમિકા રશ્મિ કટારિયાની પ્રેમીના હાથે થયેલી ચકચારી હત્યામાં આરોપી બે દિવસ રિમાન્ડ પર છે. ત્યારે પોલીસે હત્યાનું રિકન્સ્ટ્રક્શન હાથ ધર્યું હતું, જેમાં પોલીસે આરોપી પ્રેમીને સાથે રાખી હત્યાથી લઈને તેને દાટી દીધા બાદ ઘરે આવવા સુધીનું રિકન્સ્ટ્રક્શન હાથ ધર્યું હતું. વહેલી સવારે 3 વાગ્યે હત્યા બાદ 4 કલાક સુધી પ્રેમિકાની લાશને લિફ્ટમાં નીચે ઉતારી પાર્કિંમાં રહેલી કારમાં મૂકી રાખી હતી. ત્યાર બાદ પહેલા નગરમાં આંટા માર્યા બાદ એને સસરાના ખેતરમાં દાટી આવ્યો હતો.
આ પણ વાંચોઃ લિવ-ઈનમાં રહેતી યુવતીની પ્રેમીએ હત્યા કરી દાટી દીધાની કબૂલાતથી પોલીસ ચોંકી ઊઠી હતી
સમગ્ર ઘટનાનું સવારે 4 વાગ્યાથી બપોરે 2 વાગ્યા સુધીના 10 કલાકનું રિકન્સ્ટ્રક્શન કરાયું
આ પણ વાંચોઃ ઘરકંકાસમાં રશ્મિની હત્યા કરાઈ હતી, SC/ST સેલને તપાસ સોંપાઈ
ઘટના શું હતી?
બાબેન ગામે લક્ઝરિયા એપાર્ટમેન્ટમાં રહેતા ચિરાગ પટેલે છેલ્લાં 4 વર્ષથી પોતાની સાથે લિવ-ઇનમાં રહેતી રશ્મિ કટારિયાનું 14મી નવેમ્બરે મળસ્કે ગળું દબાવી હત્યા કરી હતી. ચિરાગ પટેલે લાશને કારમાં મૂકી વાલોડ ગયો હતો, જ્યાંથી તાડપત્રી ખરીદી તેમાં લાશ પેક કરીને વલોડના પડતર ખેતરમાં દફનાવી દીધી હતી. પોલીસે ખેતરમાંથી રશ્મિની લાશ કાઢી હતી. ત્યાર બાદ ફોરેન્સિક પીએમ કરાવવા સુરત પીએમ પૂર્ણ થતાં અંતિમક્રિયાની તજવીજ હાથ ધરાઈ હતી. બીજી તરફ, હત્યા પ્રકરણમાં તપાસ એસસી/એસટી સેલને સોંપવામાં આવી હતી. પોલીસે ખેતરમાં માટી પુરાણ કરતા જેસીબીના ડ્રાઇવર સહિતના લોકોનાં નિવેદનો નોંધ્યાં હતાં.
આ પણ વાંચોઃ ગર્ભવતી રશ્મિને માર માર્યા બાદ ઝઘડાઓ શરૂ થયા હતા, 22 કિમી દૂર દફનાવેલી લાશ મળી
પોલીસના 5 દિવસના રિમાન્ડની માગ સામે 2 દિવસના રિમાન્ડ મળ્યા
પોલીસે ચિરાગ પટેલને ગુરુવારે બારડોલી કોર્ટમાં રજૂ કર્યો હતો. પોલીસે 5 દિવસના રિમાન્ડની માગણી કરી હતી, જે સંદર્ભે સરકારી વકીલ જિતેન્દ્ર પારડીવાલાએ જજ સામે દલીલો રજૂ કરતાં તેને ધ્યાનમાં રાખી જજ બી. એલ. ચૌધરી સાહેબે 2 દિવસના રિમાન્ડ એટલે કે તા. 27મી નવેમ્બર 2020ના રોજ 3.00 કલાક સુધીના મંજૂર કર્યા હતા.
લાશને દફનાવવા ઉપયોગમાં લેવાયેલું ટ્રેક્ટર કબજે લેવાયું
ચિરાગ પટેલે ગળું દબાવી પ્રેમિકા રશ્મિ કટારિયાની હત્યા કરી લાશનો નિકાલ સુધીનો 10 કલાકના ઘટનાક્રમનું પોલીસે રિકન્સ્ટ્રક્શન એસટીએસસી સેલના ડીવાયએસપી, બારડોલી પીઆઇ એમ.એમ. ગિલાતર સહિત હત્યાનો આરોપી ચિરાગ પટેલને સાથે રાખી કરવામાં આવ્યું હતું. પોલીસે રશ્મિની લાશને ખાડામાં પૂરવા જે ટ્રેક્ટરનો ઉપયોગ કર્યો હતો, જેનું પંચનામું કરી જપ્ત લીધું હતું. પ્રેમિકા રશ્મિ કટારિયાને 3 માસનો રહેલ ગર્ભ બાબતે બંને વચ્ચે ઝઘડો થતો હોઈ જે કારણે હત્યા કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.
હત્યાના બીજા દિવસે કાર વોશ કરાવી
ચિરાગ પટેલે શનિવારે મળસ્કે પ્રેમિકા રશ્મિની હત્યા કરી લાશને કારની ડીકીમાં રાખી બપોર સુધી લઈ રખડ્યા બાદ લાશનો નિકાલ માટે વાલોડના ખેતરમાં ખાડામાં નાખી દફન કરી હતી. ત્યાર બાદ રવિવારે બાબેન ગામે સર્વિસ સેન્ટરમાં કારને વોશ કરાવી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.