બારડોલી રશ્મિ મર્ડર કેસ:લિવ-ઇનમાં રહેતા આરોપી યુવકની પ્રથમ પત્ની શંકાના દાયરામાં, ગર્ભવતી રશ્મિને માર માર્યા બાદ ઝઘડાઓ શરૂ થયા હતા, 22 કિમી દૂર દફનાવેલી લાશ મળી

સુરત2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મૃતક યુવતીની ફાઈલ તસવીર અને એની લાશને બહાર કાઢવામાં આવી. - Divya Bhaskar
મૃતક યુવતીની ફાઈલ તસવીર અને એની લાશને બહાર કાઢવામાં આવી.
  • યુવતીને 3 વર્ષીય પુત્ર અને 5 માસનો ગર્ભ હોઈ, ઘર છોડી જવા અંગે પોલીસને શંકા હતી
  • યુવતીના મૃતદેહને પેનલ પોસ્ટમોર્ટમ અર્થે સુરત સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો

બારડોલીના બાબેન ખાતે લકઝરિયા એપાર્ટમેન્ટમાં લિવ એન્ડ રિલેશનશિપમાં ગર્ભવતી યુવતીની સાથે જ રહેતા યુવકે હત્યા કરી હતી. એટલું જ નહીં, પણ રશ્મિ કટારિયા નામની યુવતીની હત્યા કરી લાશ 22 કિમી દૂર આવેલા યુવતીના પિતાના જ ખેતરમાં દફનાવી દીધી હતી. હાલ યુવતીના મૃતદેહને પેનલ પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે આ હત્યા પાછળ અન્યોની સંડોવણી હોવાની આશંકા છે, જેમાં આરોપી યુવકની પ્રથમ પત્ની પણ શંકાના દાયરામાં છે, કારણ કે 3 મહિના પહેલાં યુવકની પત્ની અને માતાએ રશ્મિને માર માર્યો હતો.

આ પણ વાંચોઃ યુવતીની હત્યા કરી દફનાવી દીધી હોવાની કબૂલાત કરતાં પોલીસ પણ ચોંકી ઊઠી

ઘટના શું હતી?
બારડોલીના બાબેન ગામે લકઝરિયા એપાર્ટમેન્ટમાં સી-301માં ભાડેથી રહેતી યુવતી રશ્મિબેન જયંતીભાઈ વનમાળીભાઈ કટારિયા તા. 14 મીના રોજ પોતાનો 3 વર્ષીય દીકરા જીતને મૂકી કોઈને કંઈ પણ જાણ કર્યા વગર ઘરેથી જતી રહી હતી, જે અંગે યુવતીના પિતા જ્યંતીભાઈ વનમાળીભાઈ (રહે. કીકવાડ ભટલાવ, તા.બારડોલી)એ ગુમ જાણવાજોગ ફરિયાદ તા. 15ના રોજ બારડોલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી. ગુમ થનારી યુવતીને 3 વર્ષીય પુત્ર અને 5 માસનો ગર્ભ હોઈ, ઘર છોડી જવા અંગે પોલીસને શંકા હતી. યુવતી 5 વર્ષથી ચિરાગ પટેલ નામના યુવાન સાથે લિવ એન્ડ રિલેશનશિપમાં રહેતી હોવાથી બારડોલી પોલીસ શંકાને આધારે ચિરાગ પટેલની કડક પૂછપરછ કરી હતી, જેમાં યુવકે રશ્મિનું ગળું દબાવી હત્યા કરી હોવાનું અને લાશ રશ્મિના પિતાના વાલોડ ખાતે આવેલા ખેતરમાં ખાડો ખોદી દફનાવી હોવાની કબૂલાત કરી હતી.

મૃતક યુવતીની દીકરા સાથેની ફાઈલ તસવીર.
મૃતક યુવતીની દીકરા સાથેની ફાઈલ તસવીર.

યુવતીના મૃતદેહને પેનલ પોસ્ટમોર્ટમ અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડાયો
ચિરાગની કબૂલાતના આધારે તાપીના વ્યારાના પ્રાંત અધિકારી, બારડોલી પોલીસ અને વાલોડ પોલીસની હાજરીમાં વાલોડના બ્લોક નંબર 218વાળી ખેતીની જમીનમાં ચિરાગ સુરેશભાઈ પટેલના દર્શાવ્યા મુજબના સ્થળ પર જેસીબી અને મજૂરો દ્વારા ખોદકામ શરૂ કરવામાં આવ્યું હતું, જેમાં ગત રોજ મોડી સાંજે અંધારું થયા બાદ યુવતીની લાશ બહાર કાઢવામાં આવી હતી. પોલીસે લિવ એન્ડ રિલેશનશિપમાં રહેતા ચિરાગ સુરેશભાઈ પટેલની ધરપકડ કરી હત્યાનો ગુનો નોંધ્યો છે, જ્યારે યુવતીના મૃતદેહને પેનલ પોસ્ટમોર્ટમ અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.

JCBથી ખાડો ખોદી યુવતીની લાશ બહાર કાઢવામાં આવી.
JCBથી ખાડો ખોદી યુવતીની લાશ બહાર કાઢવામાં આવી.

હત્યા પાછળ અન્યોની સંડોવણી હોવાની શંકા
રશ્મિની હત્યા કરવા પાછળ આડો સંબંધના ઝગડામાં થઈ હોવાનું બારડોલી પોલીસને પ્રાથમિક કારણમાં જાણવા મળ્યું છે. યુવતીનું ગળું દબાવી હત્યા કર્યા બાદ તાડપત્રીમાં વીંટાળી કારમાં મૂકી ખેતરે જેસીબીથી ખાડો કરેલો હોય, જેમાં દફનાવી હોવાની કબૂલાત પોલીસ સમક્ષ કરી હોવાનું જણાવ્યું છે. પોલીસને ચિરાગ પટેલે બતાવેલી જગ્યા પર જેસીબીથી ખાડો ખોદી લાશ બહાર કઢાવી હતી. જોકે આ હત્યા પાછળ અન્યોની સંડોવણી અંગે પોલીસ તપાસમાં બહાર આવશે.

તાપીના વ્યારાના પ્રાંત અધિકારી, બારડોલી પોલીસ અને વાલોડ પોલીસની હાજરીમાં લાશ બહાર કઢાઈ.
તાપીના વ્યારાના પ્રાંત અધિકારી, બારડોલી પોલીસ અને વાલોડ પોલીસની હાજરીમાં લાશ બહાર કઢાઈ.

એકલા હાથે હત્યા કર્યા બાદ મૃતદેહને દાટવો મુશ્કેલ કામ
અન્ય લોકોની પણ સંડોવણી હોવાની સંભાવના એકલા હાથે હત્યા કર્યા બાદ તેને કારમાં મૂકી નવા ફળિયા સુધી લઈ જઈ મૃતદેહને દાટવો મુશ્કેલ કામ છે. આ કામમાં અન્ય લોકો પણ મદદગારીમાં સામેલ હોવાની શંકા સેવાઇ રહી છે. જોકે હાલ પોલીસ દ્વારા પૂછપરછ ચાલી રહી હોઈ અન્ય બાબતો અંગે કોઈ ફોડ પાડવામાં આવ્યો નથી.

યુવતીની લાશ દફનાવી પુરાવા નાશ કરવાનો પ્રયાસ કરાયો હતો.
યુવતીની લાશ દફનાવી પુરાવા નાશ કરવાનો પ્રયાસ કરાયો હતો.

યુવતીના પિતાએ કહ્યું- ચિરાગની પ્રથમ પત્ની અને માતાએ રશ્મિને માર માર્યો હતો
રશ્મિ પટેલના પિતા જ્યંતીભાઈ વનમાળીભાઇ કટારિયાના જણાવ્યા મુજબ, તેની પુત્રી રશ્મિ ચિરાગ જોડે છેલ્લાં 5 વર્ષથી લકઝરિયા એપાર્ટમેન્ટમાં ભાડે રહેતી હતી. ચિરાગ કીકવાડ ભટલાવથી રશ્મિ જોડે રહેવા આવ્યો હતો અને થોડા દિવસથી બન્ને વચ્ચે સામાન્ય વાતચીત પર ઝઘડો થયા હોવાનું જણાવ્યું હતું. ચિરાગની માતા સંગીતાબેન અને પ્રથમ પત્ની ધરતી 3 માસ અગાઉ બાબેન ખાતે ફ્લેટમાં આવી દીકરીને માર મારી ગયા હતા. એ ઝઘડાના કારણે હત્યા કરી હોવાની શંકા વ્યક્ત કરી હતી.

મૃતક યુવતીના પિતાએ અન્યોની સંડોવણી હોવાની શંકા વ્યક્ત કરી.
મૃતક યુવતીના પિતાએ અન્યોની સંડોવણી હોવાની શંકા વ્યક્ત કરી.

લાશનો ઝડપી નિકાલ માટે મીઠું નાખ્યું
ચિરાગ પટેલે હત્યા કરી યુવતીના પિતાના ખેતરમાં જ્યાં કોઈપણ વ્યક્તિની અવરજ્વર ન હોય એ જગ્યા પર ખાડો ખોદી લાશ દફનાવી હતી. સ્થળ પર સ્પષ્ટ દેખાયું હતું. આ સ્થળની આજુબાજુના 30 ફૂટના એરિયામાંથી માટી ટ્રેક્ટર કે જેસીબીથી લાશની ઉપર માટી નાખી એને દફનાવી હોવાનું સ્પષ્ટ જણાતું હતું. પુરાવા નાશ કરવાનો પ્રયાસ કરાયો હતો.