ભાજપની છબિ પર ડાઘ:બારડોલી નગરપાલિકાના કોર્પોરેટરનો લલના સાથેનો અશ્લીલ વીડિયો વાઇરલ, નગરસેવકની બીભત્સ ચેષ્ટા કેમેરામાં કેદ

સુરતએક વર્ષ પહેલા
નગરસેવક દક્ષેશ શેઠની ફાઈલ તસવીર.
  • વીડિયો વાઇરલ થતાં તાત્કાલિક અસરથી નગરસેવકને સસ્પેન્ડ કરી દેવાયા

બારડોલી નગરપાલિકાના ભાજપી કોર્પોરેટર દક્ષેશ શેઠ સંપૂર્ણ નગ્ન અવસ્થામાં વીડિયો-કોલિંગ પર લલના સામે હસ્તમૈથુન કરતો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થતાં ચકચાર મચી જવા પામી છે. દક્ષેશ શેઠ બારડોલી નગરપાલિકાના વોર્ડ નંબર એકના કોર્પોરેટર છે. વીડિયો વાઇરલ થતાં તાત્કાલિક અસરથી નગરસેવકને સસ્પેન્ડ કરી દેવાયા હતા.

(આ સમાચારનો વીડિયો દિવ્ય ભાસ્કર પાસે છે, પણ એ અત્યંત અશ્લીલ અને અરુચિકર હોવાથી અમે એને સ્થાન આપ્યું નથી)

નગરસેવકના વીડિયોએ ચકચાર મચાવી
ભાન ભૂલેલા નગરસેવકનો વીડિયો રેકોર્ડ કરી સોશિયલ મીડિયામાં વાઇરલ કરી દેવાયો છે. આ વીડિયો ક્યારે અને ક્યાં ઉતારાયો એ અંગે ચર્ચા જોરશોરથી શરૂ થઈ છે. જોકે સમગ્ર વીડિયોમાં લલના પોતાની ઓળખ છુપાવવા મોઢું છુપાવી રહી છે, જ્યારે નગરસેવકની દરેકેદરેક ચેષ્ટા કેમેરામાં કેદ થઇ ગઇ છે. નગરસેવકના આ વીડિયોએ ભારે ચકચાર મચાવી છે.

નગરસેવક દક્ષેશ શેઠની ફાઈલ તસવીર.
નગરસેવક દક્ષેશ શેઠની ફાઈલ તસવીર.

વીડિયોમાં નગરસેવક કપડાં ઉતારી સંપૂર્ણ નગ્ન થઈ ગયા
બુધવારે મોડી સાંજે નગરસેવક દક્ષેશ શેઠનો વીડિયો-કોલિંગ પર લલના સામે લાળ પાડતો વીડિયો વાઇરલ થતાં બારડોલી પંથકમાં ચર્ચાનો વિષય બન્યો હતો. નગરસેવકના 1 મિનિટ 50 સેકન્ડના વીડિયોમાં સૌથી પહેલા લલના કપડાં ઉતારે છે. ત્યાર બાદ નગરસેવક કપડાં ઉતારી સંપૂર્ણ નગ્ન થઇ જાય છે. નગ્ન થયા બાદ યુવતી જે બીભત્સ ચેષ્ટા કરે છે એ જ નગરસેવક કરે છે.

બીભત્સ વીડિયો વાઇરલ થતાં પાર્ટીની છબિ ખરાબ થઈ: જિ.ભાજપ-પ્રમુખ
સંદીપ દેસાઇ (જિ.ભાજપ-પ્રમુખ)એ જણાવ્યું હતું કે બુધવારે તેમનો બીભત્સ વીડિયો વાઇરલ થતાં પાર્ટીની છબિ ખરડાતાં તેમને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દેવાયા છે. પાર્ટીની શાખને નુકસાન પહોંચાડવાના કૃત્યને કોઈપણ ભોગે સાંખી નહીં લેવાય, એવું સંદીપ દેસાઈએ જણાવ્યું હતું.

બારડોલી નગર સેવા સદન
બારડોલી નગર સેવા સદન

નગરસેવકને હનીટ્રેપમાં ફસાવ્યાં
બારડોલી નગરપાલિકાનો ભાજપનો એક નગરસેવકનો વીડિયો પણ વાઇરલ થયો છે. નગરસેવકને હનીટ્રેપમાં ફસાવ્યા છે. સવારથી નગરસેવકના વીડિયો વાઇરલ બનતા, ભાજપના પદાધિકારીઓ પણ સ્તબ્ધ બની ગયા હતા. નગરજનોમાં આ વીડિયો ટોક ઓફ ધી ટાઉન બન્યો હતો. હનીટ્રેપમાં ફસાયેલા નગરસેવકને બ્લેકમેઇલ કરવાની કોશિશ થઈ હોવાનું માનવામાં આવી રહ્યું છે. તાબે નહિ થતા વીડિયો વાઇરલ કર્યો હોવાની ચર્ચા છે. નગરસેવકના આ કિસ્સાથી પક્ષની ઇમેજ ખરાબ નહીં દેખાય તે માટેના પદાધિકારીઓ બનતા પ્રયાસ કર્યા હતા. હનીટ્રેપનો ભોગ બનેલા ભાજપના નગરસેવક સામે પાર્ટી સંગઠન પગલાં ભરી તેઓને તાત્કાલિક સસ્પેન્ડ કર્યા છે.

હજી ઘણા લોકો ફસાયા હોવાની શક્યતા
બારડોલીમાં હનીટ્રેપમાં વેપારી બાદ નગરસેવ ફસાયો છે. નગરમાં ઘણા યુવકો ફસાયા હોવાની ચર્ચા છે. નગરમાં વધુ એક મોટું નામ હનીટ્રેપમાં ખુલે તેવી વાતો પણ દીવસ દરમિયાન ચર્ચાઇ છે. હનીટ્રેપમાં ફસાવતી ટોળકીને ઝબ્બે કરવા પોલીસ યોગ્ય આયોજન કરે તેવી માંગ ઉઠી છે.

તસવીર પ્રતિત્કામક છે
તસવીર પ્રતિત્કામક છે

સુરતમાં ઓનલાઈન હનીટ્રેપના કિસ્સાઓ વધ્યાં
સુરત જિલ્લામાં ઓનલાઈન હનીટ્રેપના કિસ્સાઓ ધીરે ધીરે બહાર આવી રહ્યા છે. બારડોલી નગરમાં એક વેપારી બાદ,પાલિકાના ભાજપના એક નગરસેવકનો અંગતપળનો વિડીયો વાઇરલ થતા જ, કિસ્સો નગરમાં ટોક ઓફ ધ ટાઉન બન્યો છે. છેલ્લા ઘણા સમયથી ઓનલાઈન હનીટ્રેપના કિસ્સાઓ બહાર આવી રહ્યા છે, સોસીયલ મીડિયામાં યુવતી ફ્રેન્ડ બનાવે છે. ત્યારબાદ મેસેજથી ચેટિંગ કરે છે, અને ત્યારબાદ વીડિયો કોલ કરી યુવતી અશ્લીલ હરકતો કરવાનું શરૂ કરતા સામે યુવક પણ હોશ ગુમાવતો હોય છે. આ અંગતપળનું સ્ક્રીન રેકોર્ડિંગ કરી, યુવકો ઓનલાઈન હનીટ્રેપમાં ફસાઇ રહ્યા છે. બીજા દિવસે એકાઉન્ટ નંબર મોકલી રૂપિયાની માંગણી કરવામાં આવતી હોવાનું અને રૂપિયા નહિ આપતા, વીડિયો વાઇરલ કરતા હોવાનું જાણવા મળેલ છે. થોડા દિવસ પહેલા જ બારડોલી નગરમાં એક વેપારી યુવકનો બંધ રૂમમાં અંગતપળોનો વીડિયો વાઇરલ કર્યો હતો.