તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • Bardoli Court Finds First degree Case Against Accused Denied Bail To All Accused, Including Police In Surat Durlabh Patel Suicide Case

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુરત દુર્લભ પટેલ આપઘાત કેસ:કોર્ટે કહ્યું - FIR મોડી થઈ કેમકે પીડિત પરિવાર ડરેલો અને આઘાતમાં હતો, સાત આરોપીના જામીન નામંજૂર,

સુરત2 મહિનો પહેલા
  • કૉપી લિંક
આપઘાત કરનાર પાટીદાર અગ્રણી દુર્લભ પટેલની ફાઈલ તસવીર. - Divya Bhaskar
આપઘાત કરનાર પાટીદાર અગ્રણી દુર્લભ પટેલની ફાઈલ તસવીર.
  • પોલીસ અને ભૂમાફિયાઓના ત્રાસથી દુર્લભ પટેલે આપઘાત કર્યો હતો

દુર્લભ પટેલ આપઘાત કેસમાં જેલ મુક્તિ માટે 7 આરોપી દ્વારા કરાયેલી જામીન અરજી બારડોલી સેશન્સ કોર્ટ દ્વારા નામંજૂર કરાઈ હતી. બચાવ પક્ષ દ્વારા કરાયેલી દલીલોને એક રીતે નકારી સરકાર પક્ષ દ્વારા કરાયેલી દલીલોને કોર્ટે ગ્રાહ્ય રાખી હતી. ઉપરાંત કોર્ટે પોતાના ચુકાદામાં ફરિયાદ મોડી કરવાની બચાવ પક્ષની દલીલનો પણ એક રીતે જવાબ આપ્યો હતો. કોર્ટે નોંધ્યું હતું કે પોલીસ પણ સંડોવાયેલી હોવાથી ડરી ગયા હોય અને આઘાતમાં હોય તે હકીકત છે કે તેમની પાસેથી તાત્કાલિક ફરિયાદની અપેક્ષા રાખી શકાય નહીં અને તે કારણે જો ફરિયાદ મોડી કરી હોય તો તે રિઝનેબલ ડીલે કહેવાય. આમ ફરિયાદી તરીકે ડીલે થયેલ હોય તો તે રિઝનેબલ ડીલે કહેવાય જેથી આખી ફરિયાદ ફેટલ થતી નથી.

ઘટના શું હતી?
ગત સપ્ટેમ્બર મહિનામાં માંડવી પાસે આવેલ એક નહેર નજીક સુરત રાંદેર-અડાજણ વિસ્તારના રહેવાસી દુર્લભ પટેલે આત્મહત્યા કરી લીધી હતી. માંડવી પોલીસે 11 આરોપીઓ સામે આઈપીસી-306 મુજબનો ગુનો દાખલ કરી તબક્કાવાર આરોપીઓની ધરપકડ કરી લાજપોર જેલમાં મોકલી આપ્યા હતા. પોલીસે આરોપીઓ વિરૂદ્ધ 3500થી વધુ પાનાની ચાર્જશીટ તૈયાર કરી હતી. આરોપીઓ દ્વારા ચાર્જ શીટ રજૂ કરતા પહેલા જામીન અરજી કરી હતી. પરંતુ અદાલતે જામીન અરજી ફગાવી દીધી હતી.

આરોપીઓના જામીન રદ કરતો હુકમ કર્યો
પોલીસે ચાર્જશીટ રજૂ કર્યા બાદ પાંચ આરોપીઓ દ્વારા બારડોલી કોર્ટમાં એક જામીન અરજી કરવામાં આવી હતી. જેનો ઓર્ડર આજે થયો હતો. મુખ્ય સરકારી વકીલ નયન સુખડવાળાએ ભારપૂર્વકની દલીલો કરી હતી. જે દલીલો બારડોલી કોર્ટે મંજુર રાખી તમામ આરોપીઓના જામીન રદ કરતો હુકમ કર્યો હતો. સાત આરોપીઓ સામે ચાર્જશીટ પહેલા અને ચાર્જશીટ રજૂ કર્યા બાદ પણ નવા કોઈ સંજોગો ઉભા થયા નથી.

રજૂ કરાયેલાં ચુકાદા, સામે કોર્ટનું તારણ
1. ચાર્જશીટ પહેલાં માત્ર FIR આધારિત તક હોય: બચાવ પક્ષ
બચાવ પક્ષે જીતુ ભટ્ટ વિરુધ્ધ સ્ટેટ ઓફ ગુજરાતનો ચુકાદો રજૂ કરાયો હતો જે મુજબ ચાર્જશીટ બાદ તમામ દસ્તાવેજો અંગે આરોપીને સાંભળવાની તક આપવી જોઇએ.
કોર્ટનું તારણ: આરોપીઓને રજૂઆતની પુરતી તક મળી

2. ફરિયાદ ટકી શકે નહીં: બચાવ પક્ષ
ધી સ્ટેટ ઓફ ગુજરાત વિરુધ્ધ લાલજી જવાનજી ઠાકોર આ કેસ મુજબ ફરિયાદની અંદર આપઘાત કરવા માટે દુષ્પ્રેરણાનું તત્વ ન હોય તો તે ફરિયાદ ટકી શકે નહીં.
પ્રસ્થાપિત સિધ્ધાંતનો લાભ અરજદારોને મળે તેમ નથી. અહીં ઓછી રકમનો દસ્તાવેજ કરવા માટે દબાણ કરાયું, જેથી આરોપી આઇટીની જવાબદારીમાંથી છટકી શકે: કોર્ટ

3. પ્રસાદ શ્રીકાંત વિરુધ્ધ સ્ટેટ ઓફ મહારાષ્ટ્ર
અરજદારને લાભ ન મળે કેમકે કેસમાં આરોપી 302ના ગુનામાં 8 વર્ષથી જેલમાં હતો: કોર્ટ

4. યોગેશ વિરુધ્ધ સ્ટેટ ઓફ ગુજરાત
પ્રસ્થાપિત સિધ્ધાંતનો લાભ ન મળે કેમકે આ કેસમાં મરનાર લોનની ભરપાઈ ન કરી શકતા પત્ની અને બાળકો સાથે આપઘાત કરેલો:કોર્ટ

5. જેરુભાઈ અમરુભાઈ વિરુધ્ધ સ્ટેટ ઓફ ગુજરાત
લાભ ન મળે, કેમકે લોન લીધા બાદ રૂપિયા પાછા મંગાતા આપઘાત કરાયો હતો: કોર્ટ

6. પી. ચિદમ્બરમ વિરુધ્ધ સીબીઆઇ
લાભ ન મળે કેમકે પી. ચિદમ્બરમ કોંગ્રેસ પક્ષના નેતા અને નાણામંત્રી જેવા હોદ્દા પર હતા સુપ્રીમ કોર્ટે આરોપી ફરિયાદી કે સાક્ષીઓને ધાકધમકી ન આપે તે માન્યંુ હતું : કોર્ટ

દરેકના રોલ વિશે કોર્ટે શું કહ્યું
લક્ષ્મણસિંહ બોડાણા, કિરણ સિંહ અને અજય ભોપાલા:
આરોપીઓ પોલીસ ખાતામાં નોકરી કરે છે અને સીપીનો પરિપત્ર હોવા છતાં તેમની પૂર્વ પરવાનગી મેળવ્યા વગર ગેરકાયદે તપાસ કરી છે.
રાજુ ભરવાડ, ભાવેશ સવાણી, મુકેશ કુલકર્ણી, વિજય શિંદે: રાજુ ભરવાડ રિવોલ્વર તથા જીવતા કારતૂસ સાથે પકડાયો હોય, માથાભારે ઇસમ હોય, ભાવેશ સવાણી બોગસ દસ્તાવેજ કરીને ફ્રોડના ગુનામાં સંડોવાયેલો હોય, ખોટા દસ્તાવેજોના માસ્ટર હોય. પત્રકાર મુકેશ કુલકર્ણીએ વિજય શિંદેની ઓફિસમાં મિટિંગ કરી હોય.તેવા સંજોગોમાં જામીન આપી શકાય નહીં.

કાવતરાના ભાગરૂપે ત્રાસ ગુજારાયો: કોર્ટ
કોર્ટે ચુકાદામાં નોંધ્યુ હતું કે, દુર્લભ પટેલને જુદા-જુદા દસ્તાવેજો બનાવવા ખુબ જ દાબદબાણ કરવામાં આવેલું, ડરાવવા-ધમકાવવામાં આવેલા અને બળજબરીપૂર્વક તેમની સહીઓ લઇ લીધેલી અને ઓછી રકમનો દસ્તાવેજ બનાવવા માટે એટલી હદે ત્રાસ ગુજારેલો કે તેમને આપઘાત કરવા સિવાય બીજો કોઈ વિકલ્પ જ ન રહે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

વધુ વાંચો