તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિરોધ:સુરતના વોર્ડ નંબર 9માં દુર્ગા પુરી સોસાયટીમાં રાજકીય પક્ષના પ્રવેશ પર પ્રતિબંધ, પ્રચાર કરવા, મત માંગવા ન આવવાના બેનર લાગ્યા

સુરત9 દિવસ પહેલા
રાજકીય પક્ષોએ સોસાયટીમાં પ્રચાર કરવા, મત માંગવા કે મતદારોને રિઝવવા ન આવવું એ પ્રકારના બેનરો લગાડ્યા.
  • રહિશોએ સોસાયટીમાં બેનર લગાવીને રોષ રાજકીય પક્ષો સામે વ્યક્ત કરવામાં આવ્યો

સુરત શહેરના વોર્ડ નંબર 9ના રહીશો દ્વારા રાજકીય પક્ષોને લઈને રોષ ઠાલવવામાં આવી રહ્યો છે. દુર્ગા પુરી સોસાયટીના રહીશો દ્વારા રાજકીય પક્ષોએ પોતાની સોસાયટીમાં પ્રચાર કરવા, મત માંગવા કે મતદારોને રિઝવવા ન આવવું એ પ્રકારના બેનરો લગાડ્યા છે. બેનરમાં કોઈપણ રાજકીય પક્ષે સોસાયટીમાં પ્રવેશ ન કરવા માટે સ્પષ્ટ લખવામાં આવ્યું છે.

રાજકીય પક્ષોને લઈને વિરોધ
ચૂંટણી પ્રચારમાં તમામ રાજકીય પક્ષો અત્યારે જોતરાઈ ગયા છે. મતદારોને રિઝવવા માટેના તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. જોકે બીજી તરફ સુરત શહેરના અનેક વિસ્તારોમાં રાજકીય પક્ષોને લઈને વિરોધ જોવા મળી રહ્યો છે. વિશેષ કરીને જે વિસ્તારની અંદર પ્રાથમિક સુવિધાના કામ નથી થયા ત્યાં લોકોનો રોષ જોવા મળી રહ્યો છે.

પ્રાથમિક સુવિધાના અનેક કામો હોવા છતાં કોર્પોરેટરો આંખ આડા કાન કરી દેતા હતા.
પ્રાથમિક સુવિધાના અનેક કામો હોવા છતાં કોર્પોરેટરો આંખ આડા કાન કરી દેતા હતા.

પ્રાથમિક સુવિધાના ન મળતા રોષ
મતદારોનો રોષ સ્વાભાવિક રીતે જ રાજકીય પક્ષો તરફ જોવા મળી રહ્યો છે. પાંચ વર્ષના શાસનમાં ઘણા એવા વિસ્તારો છે કે પ્રચાર દરમિયાન ઉમેદવારો એક વાર તેમના વિસ્તારમાં આવતા હોય છે. ત્યારબાદ પાંચ વર્ષ સુધી એ વાતો ગાયબ થઈ જાય છે કે તેમને શોધતા પણ તેઓ જડતા નથી. સોસાયટીઓમાં પ્રાથમિક સુવિધાના અનેક કામો હોવા છતાં કોર્પોરેટરો આંખ આડા કાન કરી દેતા હોય છે.

સોસાયટીમાં રસ્તાની હાલત ખરાબ હોવાથી લોકોમાં રોષ.
સોસાયટીમાં રસ્તાની હાલત ખરાબ હોવાથી લોકોમાં રોષ.

રસ્તા-પાણી જેવી સુવિધાઓ મળતી નથી
સુરત કોર્પોરેશનમાં પ્રજાને પ્રાથમિક સુવિધા આપવા નામે કરોડો રૂપિયાનું બજેટ જાહેર કરવામાં આવે છે. પરંતુ પ્રજાના પૈસાનો કેવી રીતે કયા ઉપયોગ થાય છે તે અંગે પણ લોકો માહિતગાર હોતા નથી. રોડ રસ્તાઓ તૂટી ગયેલા અને રીપેરીંગ કરવા કે નવા બનાવવા માટે મસમોટું ફંડ વાપરવામાં આવે છે. મહત્વની બાબત એ છે કે કોર્પોરેશનના ચોપડા ઉપર બજેટમાં ફાળવેલા રૂપિયા તો વપરાતા હોય છે પરંતુ લોકોની સુવિધા આપવા માટે રસ્તા-પાણી જેવી સુવિધાઓ મળતી નથી. વોર્ડ નંબર 9 મોરાભાગળના દુર્ગાપુરી સોસાયટીના લોકોએ એક મત થઈને રાજકીય પાર્ટીઓને જાકારો આપ્યો છે. સોસાયટીમાં બેનર લગાડીને પોતાનો રોષ રાજકીય પક્ષો સામે વ્યક્ત કરવામાં આવ્યો છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

વધુ વાંચો