તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભરતી નહીં તો વોટ પણ નહીં:સુરતમાં શિક્ષિત બેરોજગારોના મુદ્દા લઇને અલગ-અલગ વિસ્તારોમાં બેનર લગાવાયા

સુરત12 દિવસ પહેલા
શિક્ષિત બેરોજગારોએ બેનર લગાવી પોતાની માગ રજૂ કરી.
  • ગુજરાત સરકારે વિદ્યાર્થીઓ પર કરેલા કેસ પરત ખેંચવા માગ
  • LRD તથા SRPFના વિદ્યાર્થીઓને નિમણૂક કરવા માગ
  • વરાછા, કતારગામ, કાપોદ્રા, યોગીચોક, મોટા વરાછામાં બેનર લાગ્યા

મહાનગરપાલિકાની ચૂંટણીમાં દરેક વિસ્તારમાં પોતાની માંગણીઓ સાથે બેનર લાગી રહ્યા છે. સુરતમાં શિક્ષિત બેરોજગારોના મુદ્દા લઇને અલગ-અલગ વિસ્તારોમાં ભરતી નહીં તો વોટ પણ નહીંના બેનર લગાવવામાં આવ્યા છે બેનરમાં સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે રાજ્યના લાખોની સંખ્યામાં શિક્ષિત બેરાજ બેરોજગારો માટે જવાબદાર કોણ છે? રાજ્ય સરકાર ઉપર સીધા આક્ષેપ કરતાં બેનરો લગાડવામાં આવ્યા છે.

બેનર દ્વારા શિક્ષિત બેરોજગારોની માગ
બેનરમાં રાજ્યમાં ખાલી પડેલી જગ્યાઓ પર તાત્કાલિક અસરથી વિદ્યાર્થીઓને શિક્ષિત બેરોજગારોને લેવા માટે પરીક્ષાની તારીખો જાહેર કરવાની વાત કરવામાં આવી છે. જે પરીક્ષાઓ લેવાઇ ગઇ છે અને ઉમેદવારે તમામ પ્રક્રિયા પૂર્ણ કરી છે તેમણે ઝડપથી નોકરીનો ઓર્ડર આપવામાં આવે એ પ્રકારની માગ કરવામાં આવી છે.

નોકરીનો ઓર્ડર ન મળતા રોષ
સરકારે કેટલીક એવી જગ્યાઓ કે જેમાં ઉમેદવારે પરીક્ષા પાસ કરીને તમામ પ્રકારની પ્રક્રિયા પૂર્ણ કરી લીધી છે છતાં પણ તેમને હજી સુધી નોકરી પર હાજર થવા માટે સરકારે હુકમ કર્યો નથી. તેને લઈને પણ ખૂબ જ રોષ જોવા મળી રહ્યો છે. યુવા શિક્ષિત બેરોજગારો દ્વારા ભરતી નહીં તો મત નહીંના બેનર શહેરના વિવિધ વિસ્તારોમાં લગાડીને પોતાનો રોષ વ્યક્ત કર્યો છે.

શહેરના ચાર રસ્તાઓ પર બેનરો લગાવવામાં આવ્યા છે.
શહેરના ચાર રસ્તાઓ પર બેનરો લગાવવામાં આવ્યા છે.

આંદોલનમાં થયેલા કેસ પરત ખેંચવા માગ
રાજ્યભરમાં છેલ્લા કેટલાક સમયથી શિક્ષિત બેરોજગાર યુવાનો દ્વારા આંદોલન શરૂ કરવામાં આવ્યા હતા. દરમિયાન વિદ્યાર્થીઓ અને બેરોજગાર યુવકો ઉપર જે કેસ દાખલ કરવામાં આવ્યા છે. તેને પરત લેવા માટે માગ કરવામાં આવી છે. અત્રે ઉલ્લેખનિય છે કે, વરાછા, કતારગામ, કાપોદ્રા, યોગીચોક, મોટા વરાછા સહિતના વિસ્તારમાં બેનરો લગાવવામાં આવ્યા છે.

કેટલાક બેનરો ભાજપના કાર્યાલયની સામે જ લગાવી માગ કરવામાં આવી છે.
કેટલાક બેનરો ભાજપના કાર્યાલયની સામે જ લગાવી માગ કરવામાં આવી છે.

બેનરમાં કયા મુદ્દા લખ્યા?

  • ગુજરાત સરકારે વિદ્યાર્થીઓ પર કરેલા કેસ પરત ખેંચો
  • LRD તથા SRPFના વિદ્યાર્થીઓને નિમણૂક આપો
  • બિનસચિવલય સહિતની પરીક્ષાની તારીખો જાહેર કરો
  • વિદ્યાર્થીઓ સાથે થયેલા અન્યાય બંધ કરો
  • ભરતી નહીં કરે ત્યાં સુધી મત નહીં મળે

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...

વધુ વાંચો