• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • Banners Raised In BJP's Bastion, Politics Heated Up, People Raised Banners Expressing Their Displeasure Over The Neglect Of Works.

'રાજકીય નેતાઓએ પ્રવેશ કરવો નહીં':ભાજપના ગઢમાં બેનરો લાગતા રાજકારણ ગરમાયું, કામોની ઉપેક્ષાને લઈને બેનરો લગાડી લોકોની નારાજગી વ્યક્ત

સુરતએક મહિનો પહેલા
વિધાનસભાની ચૂંટણી પૂર્વે લોકો બેનરો લગાડીને નારાજગી વ્યક્ત કરી રહ્યા છે.

આગામી સમયમાં વિધાનસભાની ચૂંટણી આવી રહી છે. રાજકીય પાર્ટીઓ તૈયારીઓમાં લાગી ગઈ છે. તો બીજી તરફ સુરતમાં ભાજપના જ ગઢ ગણાતા ડીંડોલી વિસ્તારમાં બેનરો લાગતા રાજકારણ ગરમાયું છે. બેનરમાં કોઈ પણ રાજકીય પાર્ટીઓએ સોસાયટીમાં પ્રવેશ કરવો નહીં તેવું લખાણ લખાયું છે

કોઈપણ પક્ષના ઉલ્લેખ વગર બેનરો લાગ્યા
સુરતના ડીંડોલી વિસ્તારમાં ખોડીયાર નગર સોસાયટી આવેલી છે. આ સોસાયટી બહાર બેનરો લાગ્યા છે. બેનરમાં કોઈ પણ પક્ષના નેતા કે રાજકારણના લોકોએ સોસાયટીમાં પ્રવેશ કરવો નહીં તેવું લખાણ લખાયું છે. આ પ્રકારના બેનરો સોસાયટી બહાર લાગતા રાજકારણ ગરમાયું છે. ઉલ્લેખનીય છે કે ડીંડોલી વિસ્તાર ભાજપનો ગઢ ગણાય છે. અને ત્યાં આ પ્રકારના બેનરો લાગતા સુરતના રાજકારણમાં ગરમાવો આવ્યો છે. આ બેનરો કોણે અને શા માટે લગાવ્યા છે તેની માહિતી હાલ સામે આવી ના હતી.

સુરતના ડીંડોલી વિસ્તારમાં ખોડીયાર નગર સોસાયટી બહાર બેનરો લાગ્યા.
સુરતના ડીંડોલી વિસ્તારમાં ખોડીયાર નગર સોસાયટી બહાર બેનરો લાગ્યા.

સ્થાનિક નેતા સામે નારાજગીનું માધ્યમ બેનરો
​​​​​​​
આગામી સમયમાં ચુંટણી આવી રહી છે. રાજકીય પાર્ટીઓ તૈયારીઓમાં જોતરાઈ છે ત્યારે સુરતમાં હવે બેનરો થકી વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે. ભૂતકાળમાં પણ ચૂંટણી સમયે પોતાની સમસ્યાઓ હલ ન થતા અનેક સોસાયટીમાં આ પ્રકારના બેનરો લાગ્યા હતા. ત્યારે ચૂંટણી નજીક આવતા હવે બેનરો લાગતા રાજકારણ ગરમાઈ રહ્યું છે. આ વખતે ચૂંટણીમાં ત્રીપાંખિયો જંગ જામી શકે છે. ભાજપ, કોંગ્રેસ અને આપ પાર્ટી પણ આ વખતે મેદાનમાં છે. ત્યારે ડીંડોલી વિસ્તારમાં બેનરો લગતા રાજકારણ ગરમાયું છે.

અન્ય સમાચારો પણ છે...