• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • Banners In Marathi Demanding Replacement Of Sitting MLA In Limbayat, Politics Heated Up Before Arrival Of Election Observers

સુરતમાં ચૂંટણી પહેલા પોસ્ટર વોર:લિંબાયતમાં વર્તમાન ધારાસભ્ય બદલવાની માગ સાથે મરાઠી ભાષામાં બેનર લાગ્યા, ચૂંટણી નિરીક્ષકોના આગમન પહેલા રાજકારણ ગરમાયું

સુરતએક મહિનો પહેલા
રાત્રિના સમયે બેનર લાગ્યા હતા

ગુજરાત વિધાનસભાની ચૂંટણીની હજુ તારીખો જાહેર થઈ નથી. પરંતુ તે અગાઉ રાજકારણ સુરતમાં ગરમાયું છે. આગામી દિવસોમાં ભાજપના નિરીક્ષકો આવી રહ્યા છે તે પહેલાં જ લિંબાયતમાં વર્તમાન ધારાસભ્યને બદલવા માટેની માગણી સાથેના બેનર જાહેર રસ્તા પર દેખાતા રાજકારણ ગરમાયું છે. મરાઠી ભાષામાં લખાયેલા બેનરમાં કહેવાયું છે કે, જો પરિવર્તન ન લાવાવમાં આવે તો નોટા પર મતદાન કરાશે. આવા પ્રકારના બેનર વર્તમાન ધારાસભ્ય નારાજ ભાજપના જ કેટલાક અસંતુષ્ટોએ બેનર લગાવ્યા હોવાની અટકળો થઈ રહી છે.

વર્તમાન ધારાસભ્યનો વિરોધ
ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું કાઉન્ટ ડાઉન સાથે આગામી દિવસોમાં ભાજપના નિરીક્ષકો પણ સુરત આવી રહ્યા છે. ચૂંટણી લડવા માટે વર્તમાન ધારાસભ્ય અને દાવેદારો નિરીક્ષકો સામે પોતાનો મજબૂત દાવેદારી કરશે. જ્યારે બીજી તરફ કેટલાક વિસ્તારમાં વર્તમાન ધારાસભ્યનો પોતાના જ પક્ષના કાર્યકરો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. આજે વહેલી સવારે ભાજપના ગઢ એવા લિંબાયત વિધાનસભા મત વિસ્તારમાં વર્તમાન ધારાસભ્ય સંગીતા પાટીલના વિરોધમાં બેનર લગાવવામાં આવ્યા છે.

મરાઠી ભાષામાં બેનર લાગ્યા
લિંબાયતના સંજયનગર અને નીલગીરી સર્કલ સહિતના વિસ્તારોમાં સંગીતા પાટીલ વિરૂદ્ધ મરાઠી ભાષામાં પ્રદેશ પ્રમુખને સંબોધીને બેનર લગાવવામાં આવ્યા છે. આ બેનરમાં સંગીતા પાટીલના બદલે અન્ય સ્થાનિક ઉમેદવારને વિધાનસભાની ટિકિટની ફાળવણી કરવા માટે આવી છે. સંગીતા પાટીલના બદલે અન્ય ઉમેદવારની પસંદગી નહીં કરવામાં આવે તો નોટાને મત આપવાની પણ ચીમકી આપવામાં આવી છે. ભાજપના ગઢ એવા લિંબાયતમાં સ્થાનિક ધારાસભ્યનો વિરોધમાં લાગેલા બેનરના કારણે રાજકીય માહોલ ગરમાયો છે. આ પ્રકારની હરકત ભાજપના જ કેટલાક નારાજ કાર્યકરો દ્વારા કરવામા આવી હોવાનું કહેવાય રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...