તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઠગાઈ:5 %ના દરે લોન લેવામાં બેંક કર્મીએ 4.30 લાખ ગુમાવ્યા

સુરત3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • સુરત પીપલ્સ બેંકના ઓફિસર સાથે ઠગાઈ
  • વોટ્સએપ પર એપ્રુવલ મોકલી રકમ પડાવી

નાનપુરાની સુરત પીપલ્સ બેંકના ઓફિસરે 5 ટકાના વ્યાજ દરમાં પર્સનલ લોન લેવામાં વિવિધ લોન પ્રોસેસના નામે રૂપિયા 4.30 લાખની રકમ ગુમાવી છે. આ અંગે અડાજણ પોલીસે અજાણ્યા મોબાઇલ ધારક સામે ઠગાઈનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. અડાજણ પોલીસના જણાવ્યા અનુસાર, અડાજણ જલારામ સોસાયટીમાં રહેતા અનિશભાઈ નાણાવટી 10મી તારીખે બેંકમાં હતા તે વખતે મોબાઇલમાં પર્સનલ લોન લેવા માટે ગુગલ સાઈટ પર સર્ચ કરતા રિલાયન્સ ફાઇનાન્સ લિમિટેડ નામની વેબસાઈટ પર 5 ટકા દરે પર્સનલ લોન મળતી હોવાનું જાણવા મળ્યું, પછી વેબસાઇટ ખોલી એક ફોર્મમાં નામ સરનામું અને લોનની વિગતો ભરી હતી. પછી 11મી તારીખે એક વ્યક્તિનો કોલ આવ્યો હતો.

જેમાં તેણે કહ્યું કે હું રિલાયન્સ ફાઇનાન્સ લિમિટેડ બાંદ્રા બ્રાંચમાંથી મેનેજર ધર્મેન્દ્રસિંગ બોલું છું, તમોએ રિલાયન્સ ફાઇનાન્સ.લી.માં પર્સનલ લોન મેળવવા માટે એપ્લાય કરેલ હોય જેથી તમારી લોન મંજૂર થયેલ છે એવુ કહી વોટસએપ પર લોન એપ્રુવલ માટેનો લેટર મોક્લ્યો હતો. લોન પ્રોસેસ માટે ઠગ ટોળકીએ જીએસટી, સીએસટી, રિફંડ ચાર્જીસના નામે ટુકડે-ટુકડે કરી બેંકના ઓફિસર પાસેથી 4.30 લાખની રકમ પડાવી હતી.

અન્ય સમાચારો પણ છે...