તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

છેતરપિંડી:સુરતના કાપડ વેપારીને બેંગ્લોરના ત્રણ ઠગબાજ વેપારીઓએ 12.15 લાખનો માલ લઈ ચૂનો ચોપડ્યો

સુરત17 દિવસ પહેલા
  • કૉપી લિંક
સલાબતપુરા પોલીસ સ્ટેશનનની ફાઈલ તસવીર. - Divya Bhaskar
સલાબતપુરા પોલીસ સ્ટેશનનની ફાઈલ તસવીર.
  • બેંગ્લોરના ત્રણ વેપારીઓએ પૈસા નહીં આપી જાનથી મારી નાખવાની ધમકી આપી

સુરતના એક કાપડના વેપારીને બેંગ્લોરના ત્રણ ઠગબાજ વેપારીઓએ 12.15 લાખનો માલ લઈ રૂપિયા નહીં ચૂકવતા પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે. ટેક્ષટોન એલ.એલ.પી પ્રા,લીના મલિક એ જણાવ્યું હતું કે,માલની ખરીદી કર્યા બાદ પૈસા આપવાના બદલે વેપારીઓએ ગલ્લાં તલ્લાં શરુ કર્યા હતા. ત્યારબાદ પૈસાની ઉઘરાણી શરુ કરતા બેંગ્લોરના ત્રણ વેપારીઓએ પૈસા નહીં આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જેથી સલાબતપુરા પોલીસ સ્ટેશનના દ્વાર ખખડાવવાની ફરજ પડી છે.

ઠગબાજ ત્રણેય વેપારીઓએ માલ ખરીદ્યો હતો
શિવશંકર મોતીલાલ દાગા ઉ.વ.24 (રહે સારોલી મોડેલ ટાઉન રેસીડેન્સી) એ જણાવ્યું હતું કે તેઓ રિંગરોડ સાગર બિલ્ડિંગ અરીહંત આવાસમાં ટેક્ષટોન એલ.એલ.પી ના પ્રા.લી નામે દુકાન ધરાવે છે. ગત તા 31 જુલાઈ 2018 થી 1 જાન્યુઆરી 2019 દરમિયાન કર્ણાટક બેંગ્લોર હલ્લી જિલ્લાના નાગરવાડા ઈઝીકેલ ઈન્ડસ્ટ્રીયલ એસ્ટેટ ખાતે બેગસ્ટર રીટેઈલ પ્રા.લીના માલિક તારીખખાન, સંજયકુમાર જૈન અને નાઝીયા સરીખ માલગોવકરે કુલ રૂપિયા 12,15,441નો કાપડનો માલ ખરીદ્યો હતો.

પેમેન્ટ ચુકવી દેવાના ખોટા વાયદાઓ આપી સમય પસાર કર્યો
નક્કી કરેલ સમયમાં આરોપીઓએ માલનું પેમેન્ટ નહીં ચુકવતા રૂપિયાની ઉઘરાણી શરુ કરવી પડી હતી. પેમેન્ટ ચુકવી દેવાના ખોટા વાયદાઓ આપી સમય પસાર કર્યા બાદ રૂપિયા આપવાની ના પાડી જાનથી મારી નાંખવાની ધમકી આપતા તેમણે પોલીસની મદદ લેવી પડી છે. પોલીસે શિવશંકરની ફરિયાદ લઈ આરોપીઓ સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.