તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કામગીરી:ખેડૂત આંદોલનને લીધે બાંદ્રા ટર્મિનસ અમૃતસર સ્પેશ્યલ શોર્ટ ટર્મિનેટ કરાઇ

સુરત22 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • પંજાબ રેલવે સેક્શન પર સૌથી વધુ અસર, 3 ટ્રેન ડાયવર્ટ કરાશે

ખેડૂત આંદોલનને લીધે રેલવે વ્યવહારને પણ અસર પહોંચી છે.પંજાબ જતી ટ્રેનો પ્રભાવિત થઇ રહી છે.પ.રેલવેની 8 ફેબ્રુઆરીની બાંદ્રા ટર્મિનસ -અમૃતસર સ્પેશ્યલ ટ્રેન ચંડીગઢમાં શોર્ટ ટર્મિનેટ કરાશે.10 ફેબ્રુઆરીએ ઉપડનારી અમૃતસર-બાંદ્રા ટર્મિનસ સ્પેશ્યલ અમૃતસરને બદલે ચંદીગઢથી ઉપડશે.

8 તારીખની ડાઇવર્ટ ટ્રેનોની વાત કરીએ તો મુંબઈ સેન્ટ્રલ- અમૃતસર સ્પેશ્યલ વ્યાસ-જનદિયાલ-અમૃતસરને બદલે તરનાતરન- અમૃતસરના રસ્તે જશે.બાંદ્રા ટર્મિનસ -અમૃતસર સ્પેશ્યલ પણ આજ માર્ગથી ડાઇવર્ટ થઈને દોડશે. અમૃતસર -બાંદ્રા ટર્મિનસ સ્પેશ્યિલ પણ ડાઇવર્ટ કરીને અન્ય માર્ગે દોડાવાશે. પંજાબમાં કેટલાક રેલવે સેક્શન પર ખેડૂત આંદોલનની અસર જોવાઇ રહી છે જેની અન્ય ઝોનની ટ્રેનો પણ ડાઇવર્ટ કરાઇ રહી છે.

4 ટ્રેનના સમયમાં ફેરફાર
4 ટ્રેનોના સમયમાં ફેરફાર કરાયો છે.બાંદ્રા ટર્મિનસ-અજમેર સુપરફાસ્ટ બાંદ્રા ટર્મિનસથી સાંજે 5.05 વાગ્યે ઉપડશે. હરિદ્વાર-બાંદ્રા ટર્મિનસ સ્પેશ્યલ એક્સપ્રેસ હવે રાત્રે રાત્રે 10.15 વાગ્યે બાંદ્રા પહોંચશે.હાવડા -અમદાવાદ સુપરફાસ્ટ સ્પેશ્યલ રાત્રે 7.45 વાગ્યે ઉધના પહોંચશે.વલસાડ-હરિદ્વાર સ્પેશ્યલ વલસાડથી બપોરે 3.20 વાગ્યે ઉપડશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

  વધુ વાંચો