રેલવેનો નિર્ણય:બાંદ્રા-ભૂજ ફેસ્ટિવ ટ્રેન જાહેર જયપુર-બાંદ્રામાં કોચ જોડાશે

સુરતએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
  • ફેસ્ટિવ સિઝનને લઈ રેલવેનો નિર્ણય
  • બાંદ્રા-ભૂજ સુપરફ્સ્ટના બે ફેરા વધારાયા

બાંદ્રા ટર્મિનસ-જયપુર એક્સપ્રેસ હવે વધારાના દ્વિતીય શ્રેણી સીટિંગ કોચ સાથે દોડશે. તો બાંદ્રા ટર્મિનસ-ઝાંસી સુપરફાસ્ટ એક્સપ્રેસમાં થ્રી ટીયર એસી કોચ જોડાશે. આ કોચ નવી સૂચના સુધી હટાવવામાં નહિ આવે. માંગ વધતાં બાંદ્રા ટર્મિનસ-ભુજ સુપરફાસ્ટ એક્સપ્રેસના પણ 2 ફેરા જાહેર કરવામાં આવ્યા છે. બાંદ્રા ટર્મિનસ-ભુજ સ્પેશ્યલ ગુરુવાર 23મી ડિસેમ્બરે બાંદ્રા ટર્મિનસથી સાંજે 4:45 વાગ્યે ઉપડી આગલા દિવસે સવારે 7:20 વાગ્યે ભુજ પહોંચશે.આવી જ રીતે આ ટ્રેન ભુજથી 24મી ડિસેમ્બરે ભુજથી 8:40 વાગ્યે ઉપડી આગલા દિવસે 11:20 વાગ્યે બાંદ્રા ટર્મિનસ પહોંચશે.

બંને દિશામાં આ ટ્રેન સુરત રેલવે સ્ટેશને થોભીને આગળ વધશે.થોડા દિવસો અગાઉ જ પ.રેલવેએ રાજસ્થાન અને ગોવાના અલગ અલગ ગંતવ્ય માટે ફેસ્ટિવલ સ્પેશ્યલ ટ્રેનોના ફેરા જાહેર કર્યા હતા.જે ટ્રેનો સંપૂર્ણ આરક્ષિત છે અને પીઆરએસ મારફતે અને ઓનલાઇન ટિકિટ બુકીંગ માટે ઉપલબ્ધ છે. રેલવેએ 31મી ડિસેમ્બરને ધ્યાને લઈ સુરતથી મડગાંવ માટે ફેસ્ટિવલ વિશેષ ટ્રેન પણ જાહેર કરી છે.જે બંને દિશામાં અલગ અલગ રેક સાથે ફેરા મારશે.

અન્ય સમાચારો પણ છે...