તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બઢતી:બંછાનિધિ પાનીને સચિવનું પ્રમોશન સુરત કમિશનર પદે યથાવત રખાયા

સુરત11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કોરોનામાં પ્રશંશનીય કામગીરી બદલ નોંધ લેવાઇ હતી
  • સુરતને સ્વચ્છતામાં 14માં પરથી બીજા નંબરે લાવ્યા હતા

રાજ્યમાં મોડીરાત્રે 26 આઈએએસ અધિકારીની બદલી સાથે બઢતી કરવામાં આવી છે. સુરત મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીને સચિવ કક્ષાનું પ્રમોશન આપવામાં આવ્યું છે. સુપર સ્કેલ ટાઈમ તરીકે બઢતી સાથે બંછાનિધિ પાનીને સુરત મ્યુનિસિપલ કમિશનર અને સુડા ચેરમેન તરીકે યથાવત રાખવામાં આવ્યા છે. કોરોનાકાળમાં પ્રશંશનીય કામગીરી બદલ તાજેતરમાં ગુજરાત સરકાર સાથે રાષ્ટ્રીય સ્તરે કમિશનરની નોંધ લેવાઈ હતી.

બંછાનિધિ પાનીએ ઓગસ્ટ 2019 માં સુરતમાં ચાર્જ સંભાળતાની સાથે જ સુરતને સ્વચ્છતામાં દેશભરમાં નંબર વન બનાવવાની મુહિમ હાથ ધરી હતી. જેમાં તેમને સફળતા પણ મળી હતી અને 2020નાં સ્વચ્છતા સર્વેક્ષણમાં સુરતને દેશભરમાં બીજો નંબર મળ્યો હતો. વર્ષ 2019માં સુરતને સ્વછતામાં 14 મો નંબર મળ્યો હતો અને એક જ વર્ષમાં સુરતને બીજા નંબર પર લાવવામાં કમિશનરને મોટી સફળતાં મળી હતી.

આ ઉપરાંત છેલ્લા 5 વર્ષ થી ઉમરા તરફ જમીનનાં કબ્જાને લઈ ઘોંચમાં મુકાયેલા પાલ ઉમરા બ્રિજને શહેર હિતમાં વહેલી તકે પૂર્ણ કરવા જોર લગાવ્યું અને આજે આ બ્રિજ પૂર્ણતાને આરે છે. જુલાઈમાં બ્રિજ શરૂ થઈ જાય એવી શક્યતા છે. આ સહિતના ઘણા શહેરહિતનાં વણ ઉકેલયેલા પ્રશ્નો સાથે ઝડપથી કામો પૂર્ણ કરવામાં તેમનું યોગદાન રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...