• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • Banavi Was Also Arrested For Ordering MD Drugs From Her Sister in law, The Girl Was Remanded In Police Custody For 6 Days

ધરપકડ:સાળી પાસે એમડી ડ્રગ્સ મંગાવનાર બનેવી પણ ઝડપાયો, યુવતી 6 દિવસના પોલીસ રિમાન્ડ પર

સુરત8 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • સુરત રેલવે સ્ટેશનથી રવિવારે એસઓજીએ 19 લાખના ડ્રગ્સ સાથે ઝડપી હતી

સુરત રેલવે સ્ટેશનથી એસઓજીએ રવિવારે આરોપી યાસ્મીનબાનુ ઉર્ફે મન્ના કાદરમીંયા શેખને 198 ગ્રામ એમડી ડ્રગ સાથે ઝડપી પાડી હતી. ડ્રગની કિંમત 19.80 લાખ રૂપિયા થાય છે. તેણીને પોલીસે કોર્ટમાં રજૂ કરીને રિમાન્ડ માંગ્યા હતા. કોર્ટે 6 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. યાસ્મીનબાનુએ પોલીસ પૂછપરછમાં જણાવ્યું હતું કે, આ ડ્રગ્સ લેવા માટે મુંબઈ તેના બનેવી મો.સાજીદ સલીમ કુરેશી(રહે. ગોસીયા બેકરી પાસે, બડેખા ચકલા)એ મોકલી હતી.

તેથી પોલીસે સોમવારે મો.સાજીદની ધરપકડ કરી છે. મુંબઈમાં યાસ્મીનબાનુને ડ્રગ્સ આપનાર સોનુને શોધવા માટે એક ટીમ મુંબઈ ગઈ છે. યાસ્મીનબાનુ અને મો.સાજીદે આ પહેલા કેટલી વખત ડ્રગ્સ મંગાવ્યું છે અને તેમાં અન્ય કોણ-કોણ સંડોવાયેલું છે તેની પણ વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...