ઉતરાયણને લઈને વહીવટી તંત્ર સતર્ક:સુરતમાં નદી બ્રિજ સિવાયના તમામ બ્રિજ પર ટુ-વ્હીલર માટે પ્રતિબંધ, BRTS કોરિડોરમાં પતંગ ચગાવવા કે પકડવા માટે પ્રતિબંધ

સુરત19 દિવસ પહેલા
  • કૉપી લિંક
તાપી બ્રિજ સિવાયના શહેરના બ્રિજ પર 14 અને 15 તારીખ સુધી ટુ-વ્હીલર ચલાવવા પર પ્રતિબંધ. - Divya Bhaskar
તાપી બ્રિજ સિવાયના શહેરના બ્રિજ પર 14 અને 15 તારીખ સુધી ટુ-વ્હીલર ચલાવવા પર પ્રતિબંધ.

ઉતરાયણ પર્વ દરમિયાન અકસ્માત અને ગળા કપાવવાના બનાવો ન બને તે માટે સુરત શહેરના તમામ બ્રિજ 15 જાન્યુઆરી સુધી ટુ-વ્હીલર વાહનો માટે બંધ કરવામાં આવ્યા છે. આ અંગેનું જાહેરનામું સુરત પોલીસ કમિશનર દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત સુરત પાલિકાના BRTS કોરિડોરમાં પતંગ ચગાવવા કે પકડવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.

ઉતરાયણને લઈને વહીવટી તંત્ર સતર્ક
સુરત શહેર બ્રિજ સીટી તરીકે જાણીતું છે અને શહેરમાં મોટી સંખ્યામાં લોકો બ્રિજ પરથી અવર-જવર કરે છે. ત્યારે ઉતરાયણ પર્વ દરમિયાન અકસ્માત કે ગળા કપાવવાના બનાવો ન બને તે માટે સુરત પોલીસ કમિશનરે જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. જાહેરનામાં મુજબ 15 જન્યુઆરી સુધી શહેરના તમામ ફ્લાય ઓવરબ્રિજ પર ટુ-વ્હીલર પર અવર જવર કરવા માટે પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.

નદી બ્રિજ સિવાયના બ્રિજ ઉપર પ્રતિબંધ
જાહેરનામાં મુજબ પ્રતિબંધિત સમય દરમિયાન ટુ-વ્હીલર વાહન ચાલકો નદી ઉપરના બ્રિજ સિવાયના તમામ ફ્લાય ઓવરબ્રિજની નીચેના રસ્તેથી અવર જવર કરી શકશે, જે ટુ-વ્હીલર વાહન ચાલકોએ ટુ-વ્હીલર ઉપર આગળના ભાગે સેફટી ગાર્ડ લગાવે તેવા વાહન ચાલકોને આ પ્રતિબંધમાંથી મુક્તિ આપવામાં આવે છે. આ ઉપરાંત નદી ઉપરના બ્રિજ ઉપર જનાર ટુ-વ્હીલર વાહન ચાલકોને પણ આ પ્રતિબંધમાંથી મુક્તિ આપવામાં આવી છે.

પાલિકાના BRTS કોરિડોરમાં પતંગ ન ચગાવવા કે પકડવા પ્રતિબંધ
રત મહાનગરપાલિકા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે સમગ્ર ભારતમાં સુરત શહેર માત્ર એક જ શહેર છે જ્યાં એક ટિકિટથી સિટી બસ અને BRTSમાં મુસાફરી કરી શકાય છે. હાલમાં BRTSના કુલ 13 રૂટ તેમજ સિટી બસના કુલ 45 રૂટ ઉપર આશરે દૈનિક 2.70 લાખ જેટલા નાગરિકો જાહેર પરિવહન સેવાનો લાભ લઇ રહેલ છે.​ 14 અને 15 જાન્યુઆરીના રોજ ઉતરાણના પર્વની ઉજવણી શહેરમાં હર્ષો ઉલ્લાસ સાથે કરવામાં આવે છે. ઉતરાયણના રોજ લોકો દ્વારા પતંગ ઉડાવી/લૂંટી પર્વની ઉજવણી કરવામાં આવતી હોય છે. પરંતુ અમુક કિસ્સાઓમાં લોકો દ્વારા BRTS કોરીડોરમાં પતંગ ચગાવતા/પકડતા હોય અકસ્માતની સંભાવના રહે છે. જેને ધ્યાને લઇ BRTS કોરીડોરમાં પતંગ ન ચગાવવા/પકડવા જાહેર જનતાને નમ્ર અપીલ કરવામાં આવે છે. વધુમાં BRTS કોરીડોરમાં રસ્તો રેલીંગ ઉપરથી કુદીને પસાર નહી કરીને ફક્ત ઝેબ્રા ક્રોસિંગ પરથી બંને બાજુ જોઈ કાળજી પૂર્વક ઓળંગવા જણાવવામાં આવે છે.

અન્ય સમાચારો પણ છે...