તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિવાદ:ડુમસ જવા લોકો માટે પ્રતિબંધ પણ માસ્ક વિના ભીડ ભેગી કરનારા ભાજપના ધારાસભ્ય અને કાર્યકરોને છૂટ

સુરત3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સામાન્ય લોકોને બીચ પર તો ઠીક પણ ડુમસમાં ભજિયાં ખાવા પણ જવા દેવાતા નથી

શનિ અને રવિ ડુમસ બીચ જવા પર પ્રતિબંધ મુકાયો છે ત્યારે ધારાસભ્ય હર્ષ સંઘવી સહિત ભાજપના સંખ્યાબંધ કાર્યકરો અને હોદ્દેદારો માસ્ક વિના સોશિયલ ડિસ્ટન્સિંગનો ભંગ કરી ટોળે વળ્યા હતા. 40 જેટલા લોકોમાંથી ધારાસભ્ય હર્ષ સંઘવી અને અન્ય 32 લોકો માસ્ક વિના જોવા મળ્યા હતા. અહીં તેમણે ભજિયાં પાર્ટી કરી હોવાની ચર્ચા પણ સોશિયલ મીડિયામાં ચાલી હતી.

પાલિકા અને પોલીસ કમિશનરે શનિ-રવિવારે શહેરીજનો પર ડુમસ હરવા-ફરવા, જવા પર પ્રતિબંધ મૂક્યો છે ત્યાં જતાં લોકોને દંડા બતાવી અટકાવવામાં આવે છે પણ ભાજપના કાર્યકરોને પોલીસે અટકાવ્યા ન હતા.

અન્ય સમાચારો પણ છે...