તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આદેશ:થર્ટી ફર્સ્ટની રાત્રે શહેરની હોટેલ, ક્લબ કે ફાર્મ હાઉસમાં પાર્ટી કરવા ઉપર પ્રતિબંધ, રેસ્ટોરાં પણ રાત્રે 9 વાગ્યે બંધ

અમદાવાદ/સુરત4 મહિનો પહેલા
 • કૉપી લિંક
ફાઈલ તસવીર: સુરત સિટી. - Divya Bhaskar
ફાઈલ તસવીર: સુરત સિટી.
 • રાજ્યમાં કેવડિયા, ધોરડોના રણોત્સવમાં બુકિંગ હાઉસફૂલ, ગીરમાં પણ મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટ્યા
 • પાર્ટી પર પ્રતિબંધ છતાં ગોવાની ફ્લાઈટનું ભાડું દોઢ ગણું થયું, આબુમાં રેકોર્ડબ્રેક પ્રવાસીઓ આવશે, હોટેલના ભાડાં ચાર ગણા થયા

કોરોનાને કારણે આ વર્ષે 31 ડિસેમ્બરે રાત્રે શહેરની કોઈપણ હોટેલ, ક્લબ, ફાર્મહાઉસમાં પાર્ટી કરવા પર પ્રતિબંધ ફરમાવાયો છે. આથી અમદાવાદીઓએ થર્ટી ફર્સ્ટની ઉજવણીની જગ્યાએ ફરવા જવાનો પ્લાન બનાવી દીધો છે. રાજ્યમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી, ધોરડો રણોત્સવમાં હોટેલો લગભગ ફુલ થઈ ગઈ છે. ગીર, દીવ, દમણમાં પણ લોકોએ એડવાન્સ બુકિંગ કરાવી દીધા છે. બીજી તરફ રાજ્ય બહાર માઉન્ટ આબુ, ઉદયપુર, જેસલમેર, જોધપુર જેવી જગ્યાઓ માટે અમદાવાદીઓએ બુકિંગ કરાવ્યાં છે. જ્યારે થર્ટી ફર્સ્ટ સેલિબ્રેશન માટે સૌથી લોકપ્રિય ગણાતા ગોવામાં પાર્ટી પર પ્રતિબંધ હોવા છતાં ફ્લાઈટનું રિટર્ન ભાડું 10 હજારથી વધીને 15 હજારે પહોંચી ગયું છે.

શહેરમાં ઉજવણી : નાઈટ કર્ફ્યૂ હોવાથી ગૌરવપથ 31મીની રાત્રે સૂમસામ રહેશે

 • ગૌરવ પથ: દર વર્ષે ગૌરવપથ અને ઉધના મગદલ્લા રોડ તથા વીઆર મોલ વાય જંક્શન પર મોટી સંખ્યામાં નવા વર્ષની ઉજવણી માટે લોકો ઉમટી પડે છે. પરંતુ આ વર્ષે કોરોનાને કારણે નાગરિકો પર પ્રતિબંધ છે. નવાવર્ષની પૂર્વ સંધ્યાથી જ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાશે.
 • ઘરમાં ઉજવણી કરી શકાશે : સ્પેશિયલ બ્રાંચના એસીપી પીએલ ચૌધરીએ જણાવ્યું કે, નવા વર્ષની ઉજવણી કરવા પર કોઈ પ્રતિબંધ નથી. સોશિયલ ડિસ્ટન્સ અને માસ્ક સહિતના નિયમોનંુ પાલન થાય અને મોટી સંખ્યામાં લોકો એકત્ર ન થાય તેનું ધ્યાન રાખવુ હિતાવહ છે.
 • હોટેલો : હાલ કર્ફ્યૂના કારણે રાતના 9 સુધી ખુલ્લી રહે છે.નવાવર્ષની ઉજવણીમાં હોટેલો મોડી સુધી ખુલ્લી રાખવાની માંગણી યથાવત છે. પરંતુ તંત્રએ હાલ કોઈ સૂચના આપી ન હોઈ 9 પછી ચાલુ રાખી શકાશે નહીં.
 • ક્લબ : નવા વર્ષની ઉજવણી માટે પોલીસે શહેરની એકપણ ક્લબને મંજૂરી આપી નથી. થર્ટી ફર્સ્ટની રાત્રે ક્લબમાં પાર્ટી યોજાય નહીં તે માટે પોલીસે સંચાલકોને સૂચના આપી છે. જો કોઈ પાર્ટી યોજાશે તો કાયદેસરના પગલાં લેવાશે તેવી સૂચના પણ આપી છે.
 • ફાર્મહાઉસ : શહેરની હદ બહાર આવેલા ફાર્મહાઉસમાં નવાવર્ષની ઉજવણી કરવાની ગ્રામ્ય પોલીસે કોઈપણ ફાર્મહાઉસને મંજૂરી આપી નથી. જો કે લોકો અંતરિયાળ વિસ્તારમાં આવેલા ફાર્મહાઉસમાં પાર્ટી કરે તેવી સંભાવના હોવાથી પોલીસ રણનીતિ ઘડવા બેઠક યોજશે.

રાજ્યમાં ઉજવણી : દમણમાં 200 વ્યક્તિની મર્યાદા સાથે પાર્ટી થઈ શકશે

 • કેવડિયા : મોટાભાગના લોકો ફરવા માટે જતા હોવાથી ધસારો વધ્યો છે. સરકારી ગાઈડલાઈન મુજબ લોકો એકત્ર થઈ ઉજવણી કરી શકશે.
 • કચ્છ રણોત્સવ : 100 લોકો ભેગા થઈ શકશે, ટેન્ટ સિટીમાં રાત્રે સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.
 • સાસણ ગીર-માધવપુર ઘેડ : સાસણમાં દર વર્ષની જેમ આ વખતે નવા વર્ષની રજામાં પ્રવાસીઓ વધુ આવી રહ્યા છે પણ ત્યાં 31 ડિસેમ્બરની ઉજવણી કરાતી નથી. માધવપુરમાં રજાના કારણે લોકો ફરવા આવે છે.
 • દીવ : દીવમાં રાષ્ટ્રપતિ પ્રવાસે આવ્યા છે, તેથી હાલ કોઈ જાહેરનામું બહાર પડાશે નહીં. પણ જાહેરમાં કોઈપણ પ્રકારની ઉજવણીને મંજૂરી અપાશે નહીં તેવું સત્તાવાળા કહે છે.
 • દમણ : જાહેરમાં કોઈપણ પ્રકારની ઉજવણી કે ટોળા ભેગા થવા પર પ્રતિબંધ છે. માત્ર કેટલીક હોટેલના હોલમાં 200ની મર્યાદામાં સરકારી ગાઈડલાઈન પ્રમાણે પાર્ટી થઈ શકશે. હોટેલોમાં બુકિંગ ફૂલ છે. લોકો હોટેલના રૂમમાં પાર્ટી કરી શકે છે.
 • સાપુતારા : અહીં કોઈપણ પ્રકારની ઉજવણી કરવા દેવામાં નહીં આવે. પણ પ્રવાસીઓના ધસારાને કારણે હોટેલો ફૂલ થઈ ગઈ છે.
 • પોળો : કોરોનાને કારણે 30-31 ડિસેમ્બરે પ્રવેશ પર પ્રતિબંધ છે.

દેશમાં ઉજવણી : ઉદયપુરમાં હોટેલો ફૂલ થતાં પ્રવાસીઓ જેસલમેર તરફ વળ્યાં

 • ગોવા : જાહેર કાર્યક્રમ નહીં થાય, સરકારી ગાઈડલાઈન મુજબ હોટેલોની અંદર નવા વર્ષની ઉજવણી થશે. જો કે, શહેરમાંથી મોટી સંખ્યામાં લોકો ગોવા જઈ રહ્યા હોવાથી અમદાવાદથી ગોવાનું ફ્લાઈટનું રિટર્ન ભાડું 10 હજારથી વધીને 15 હજાર સુધી પહોંચી ગયું છે. ગોવાની હોટેલોના રેટ પણ 20થી 30 ટકા વધી ગયા છે.
 • મુંબઈ : નાઈટ કર્ફ્યૂ હોવાથી જાહેરમાં કોઈ ઉજવણી નહીં થાય. હોટેલો કે ઘરોમાં જ ઉજવણી કરી શકાશે. ફ્લાઈટના ભાડામાં કોઈ વધારો નહીં.
 • ઉદયપુર : ગુજરાતની નજીકનું સેન્ટર હોવાથી સૌથી વધુ ડિમાન્ડ, ખાનગી વાહનોથી લોકો જતા હોવાના કારણે હોટેલો પેક થતાં ભાડાં વધ્યાં. આ સાથે કુંભલગઢ માટે પણ બુકિંગ નોંધાયું છે.
 • જેસલમેર-જોધપુર : ઉદયપુરમાં હોટેલો ફૂલ થઈ જતાં લોકો હવે જેસલમેર અને જોધપુર તરફ વળ્યાં છે. જો કે, અહીં પણ હોટેલોની અંદર જ ઉજવણી કરી શકાશે.
 • માઉન્ટ આબુ : કોરોના કારણે ધાર્મિક, સામાજિક કાર્યક્રમો રદ કરી દેવાયા છે. પ્રવાસીઓને આકર્ષવા માટે યોજાતો શરદ મહોત્સવ 40 વર્ષમાં પહેલીવાર નહીં યોજાય. જો કે, નવા વર્ષની ઉજવણી માટે મોટી સંખ્યામાં લોકોનો ધસારો થતાં 200થી વધુ હોટેલોમાં નો-રૂમના પાટિયા લાગ્યા છે. હોટેલોના ભાડાં ચાર ગણા વધી ગયા છે. આ વર્ષે વાહનોની સંખ્યા વિક્રમી 15 હજાર થવાની શક્યતા સ્થાનિકોએ વ્યક્ત કરી છે.

હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડનું બુકિંગ વધ્યુ, દક્ષિણની ડિમાન્ડ નહીં
સુરતમાંથી હાલ લોકો હિમાચલ પ્રદેશમાં ફરવા માટે વધાર થઈ રહ્યા છે. પરંતુ આ વર્ષે દક્ષિણ ભારતમાં ફરવા જવા માટેનું લોકો ટાળી રહ્યાં છે. આ ઉપરાંત વૈ‌ષ્ણવદૈવી, ઉત્તરાખંડ અને ગોવામાં જવાનું સુરતીઓ વધારે પસંદ કરી રહ્યા છે. આ સાથે મોટા ભાગના સુરતીઓ સુરતથી 200 કિમીના અંદરે આવેલા વિવિધ પ્રવાસન સ્થળોને પસંદ કરી રહ્યા છે. - મનિષ રાણા, ટૂર ઓપરેટર

શોર્ટ ટૂર પર જવાની ડિમાન્ડ વધારે, ગોવા-સેલવાસ મોખરે
સેલવાલ, ગોવા અને મહારાષ્ટ્રમાં સૌથી વધારે લોકો જઈ રહ્યાં છે. ઉદયપુર, જેસલમેર અને કુંભલગઢમાં લોકો ફરવા માટે વધારે જઈ રહ્યા છે. સૌથી વધારે લોકો શોર્ટ ટૂર પર જઈ રહ્યાં છે. કેરલ, મસૂરી, ઉટીમાં જવાનું લોકો ટાળી રહ્યાં છે. આ વર્ષે કોરોનાને કારણે લોકો ઘરમાં પૂરાઇ રહ્યા છે. જોકે કોરોના કહેર ઓછો થાય તો ટૂરિઝમ સેક્ટરમાં તેજી જોવા મળે તેવી શક્યતાને નકારી શકાય નહીં. - મિનેશ નાયક, ટૂરઓપરેટર

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

  વધુ વાંચો