તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જાહેરનામું:સુરતમાં કોરોનાની સ્થિતિને લઈને 30મી ડિસેમ્બરથી 13મી જાન્યુઆરી સુધી ચાર કરતા વધારે વ્યક્તિઓને ભેગા થવા ઉપર પ્રતિબંધ

સુરત2 મહિનો પહેલા
  • કૉપી લિંક
પોલીસ કમિશનર દ્વારા જાહેર નામું બહાર પાડીને પ્રતિબંધ મુકવામાં આવ્યાં છે. (ફાઈલ તસવીર) - Divya Bhaskar
પોલીસ કમિશનર દ્વારા જાહેર નામું બહાર પાડીને પ્રતિબંધ મુકવામાં આવ્યાં છે. (ફાઈલ તસવીર)
  • પોલીસ કમિશનરે જાહેરનામું પ્રસિધ્ધ કરીને પ્રતિબંધ ફરમાવ્યો

શહેરમાં કોરોનાની વર્તમાન પરિસ્થિતિ તેમજ આગામી દિવસોમાં આવતાં તહેવારોને ધ્યાનમાં રાખીને પોલીસ કમિશનર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. 30મી જાન્યુઆરીથી 13મી જાન્યુઆરી સુધી ચાર કરતા વધારે વ્યક્તિઓના ભેગા થવા પર પ્રતિબંધ ફરમાવી દેવામાં આવ્યો છે. જેથી 31 ડિસેમ્બરની ઉજવણી જાહેરમાં થઈ શકશે નહી.

કમિશનરે જાહેરનામું પ્રસિધ્ધ કર્યું
શહેરમાં યોજાતા ધરણા/રેલીઓને ધ્યાને લઈ જાહેર શાતિ અને સલામતી જળવાઈ રહે તથા કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ બરકરાર રહે તે માટે શહેર પોલીસ કમિશનર અજય તોમરે એક જાહેરનામું પ્રસિધ્ધ કરી પોલિસ કમિશનર વિસ્તારમાં ચાર કરતા વધારે માણસોના ભેગા થવા ઉપર, કોઈ સભા બોલાવવી કે સરઘસ કાઢવા ઉપર તા.30 ડિસેમ્બર 2020થી 13મી જાન્યુઆરી 2021 સુધી પ્રતિબંધ ફરમાવ્યો છે.

જાહેરમાં ઉજવણી નહી થઈ શકે
પોલીસ કમિશનર દ્વારા બહાર પાડવામાં આવેલા જાહેરનામાના પગલે જાહેરમાં વર્ષા છેલ્લા દિવસ અને નવા વર્ષના પ્રથમ દિવસની ઉજવણી થઈ શકશે નહી. કમિશનરના જાહેરનામા પ્રમાણે અપવાદ તરીકે સરકારી, અર્ધસરકારી ફરજ સાથે સંકળાયેલા તથા સ્મશાન યાત્રાને લાગુ પડશે નહી. આ હુકમનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર થશે.

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

વધુ વાંચો