માંગ:વરાછાની સોસાયટીઓમાં ખાડી મુદ્દે રાજકારણીઓના પ્રવેશ પર પ્રતિબંધ

સુરત25 દિવસ પહેલા
  • કૉપી લિંક
પુણાની હસ્તિનાપુર અને સહયોગ સોસાયટીના ગેટ પર બેનરો લાગ્યા - Divya Bhaskar
પુણાની હસ્તિનાપુર અને સહયોગ સોસાયટીના ગેટ પર બેનરો લાગ્યા
  • લોલીપોપ આપવાનું બંધ કરી ખાડીનો પ્રશ્ન હલ કરો: રહીશો
  • સ્થાનિકોએ ખાડીને પેક કરીને રસ્તો બનાવવાની માંગણી કરી

ગાંધી જયંતિ નિમિત્તે પાલિકા દ્વારા સફાઇ અભિયાન સહિતના કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે ત્યારે પુણાની સોસાયટીમાં ખાડીના પ્રશ્ન હલ કરવાની માંગણી સાથે કોઇપણ રાજકીય પક્ષના લોકોના પ્રવેશ પર પ્રતિબંધ મુકતા બેનરો લગાવાયા છે. છેલ્લા ઘણા સમયથી પુણા વિસ્તારમાં ખાડી પેક કરી રસ્તો બનાવવાની માંગણી કરાઈ રહી છે છતાં હજુ સુધી ત્યાં કોઈ કામ શરૂ કરાયું નથી.

પુણાની હસ્તિનાપુર અને સહયોગ સોસાયટીમાં શનિવારે સ્થાનિકોએ શાસકો વિરૂદ્ધ પ્રદર્શન કર્યું હતું અને ખાડીનો પ્રશ્ન હલ કરો, લોલીપોપ આપવાનું બંધ કરો, કોઇપણ રાજકીયપક્ષના લોકોએ અમારી સોસાયટીમાં પ્રવેશ કરવો નહીં એવા બેનરો લગાવ્યા છે. સ્થાનિકોએ કહ્યું હતું કે, સફાઈ થતી ન હોય ખાડી પેક કરીને રસ્તો બનાવાય તો આપાતકાલની સ્થિતિમાં ફાયરની ગાડીઓ સરળતાથી સોસાયટીમાં પ્રવેશ કરી શકશે.

અન્ય સમાચારો પણ છે...