વિઘ્નહર્તાને વિદાય:ડુમસ-હજીરા દરિયામાં વિસર્જન પર પ્રતિબંધ, 35 હજાર પ્રતિમાનું 19 કૃત્રિમ તળાવમાં વિસર્જન થશે

સુરતએક મહિનો પહેલા
 • કૉપી લિંક
વિસર્જન બાદ પ્રતિમાઓને દરિયામાં પધરાવી દેવા પાલિકાની વ્યવસ્થા, કૃત્રિમ તળાવનું પાણી સુએઝ ટ્રીટમેન્ટમાં છોડાશે - Divya Bhaskar
વિસર્જન બાદ પ્રતિમાઓને દરિયામાં પધરાવી દેવા પાલિકાની વ્યવસ્થા, કૃત્રિમ તળાવનું પાણી સુએઝ ટ્રીટમેન્ટમાં છોડાશે
 • વિસર્જન યાત્રામાં 15 લોકો જ જઈ શકશે, 10 હજાર પોલીસ કર્મચારીઓ તૈનાત કરાયા
 • ​​​​​​​57 સીસીટીવી​​​​​​​ કેમેરાથી વોચ રખાશે, ઘરઆંગણે 10 હજારથી વધુ વિસર્જન થવાનો અંદાજ

આ વર્ષે 35 હજારથી વધુ પ્રતિમાઓનું 19 કૃત્રિમ તળાવોમાં વિસર્જન થાય તેવી શક્યતા છે. ઘર આંગણે પણ 10 હજારથી વધુ વિસર્જન થશે. કાયદો-વ્યવસ્થા જાળવવા 10 હજારથી વધુ પોલીસકર્મી તૈનાત કરવામાં આવ્યા છે. વિસર્જન યાત્રામાં 15થી વધુ લોકો જઈ શકશે નહીં. ડુમસ અને હજીરાના દરિયામાં માત્ર સ્થાનિક લોકો જ વિસર્જન કરી શકશે, એવું પોલીસ કમિશનર અજય તોમરે જણાવ્યું છે.

ટ્રાફિક વ્યવસ્થા જાળવવા માટે પોલીસે શહેરના 22 મુખ્ય રસ્તાઓ ખાનગી વાહનો માટે બંધ કરી વૈકલ્પિક રસ્તા સૂચવ્યા છે. 19 કૃત્રિમ તળાવો પર 57 સીસીટીવી કેમેરાથી વોચ રાખી પાલિકા મોનિટરિંગ કરશે. વર્ષ 2019માં 59 હજાર પ્રતિમાનું 21 કૃત્રિમ તળાવમાં વિસર્જન થયું હતું. આ વર્ષે 70 ટકા ગણેશ પ્રતિમાની સ્થાપના થઇ છે. પાલિકાના તમામ ઝોનમાં ઝોનલ ચીફ, કાર્યપાલક ઇજનેરથી લઈને બેલદારો, સફાઈ કામદારો સહિતનો કાફલો કૃત્રિમ તળાવો પર વ્યવસ્થા સંભાળશે.

વિસર્જન બાદ 19 કૃત્રિમ તળાવમાંથી ગણેશ પ્રતિમાઓને ટ્રક, ટ્રેક્ટરો થકી હજીરા લઈ જઈ દરિયામાં પધરાવાશે, તો પાણીને સુએઝ ટ્રીટમેન્ટમાં છોડાશે. જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક ડીડીઓના અધ્યક્ષસ્થાને મળી હતી. જેમાં ધારાસભ્ય ઝંખના પટેલે હજીરા દરિયા કાંઠે ગણેશ વિસર્જન સમયે વિસર્જન સ્થળે એમ્બ્યુલન્સ, મોબાઈલ ટોઇલેટ અને સેફટી બોટ મૂકાવવા જણાવ્યું હતું.

ડુમસ-હજીરા દરિયામાં માત્ર સ્થાનિક લોકો જ ગણેશ વિસર્જન કરી શકશે: અજય તોમર
વિસર્જનમાં સવારથી પોલીસ ડ્રોન કેમેરાથી નજર રાખશે. પોલીસ ઉપરાંત બહારથી ફોર્સ બોલાવાઈ છે. 2 ડીઆઈજી, 14 ડીસીપી અને 28 એસીપી સહિત પીઆઈ,પીએસઆઈ સહિત 10 હજારથી વધુ પોલીસકર્મીઓ તૈનાત રહેશે. ડુમસ ઓવારા પર દરિયામાં વિસર્જન બંધ છે. માત્ર સ્થાનિકો કાદી ફળિયાના કૃત્રિમ તળાવમાં વિસર્જન કરી શકશે.

કૃત્રિમ તળાવમાં વિસર્જન
હજીરામાં સ્થાનિકો જ વિસર્જન કરી શકશે. બાકીનાએ પોતાના વિસ્તારમાં કૃત્રિમ તળાવોમાં વિસર્જન કરવાનું રહેશે. કૃત્રિમ તળાવોમાંથી મૂર્તિઓને પાલિકા હજીરા લઈ જઈ વિસર્જન કરશે. > અજય તોમર,પોલીસ કમિશનર,સુરત

સિટી-બીઆરટીએસ બસ બપોરે 2 કલાક સુધી જ કાર્યરત રહેશે
આજે શહેરના મુખ્ય માર્ગો રવિવારે સવારે 7 કલાકથી વિસર્જન પૂર્ણ ન થાય ત્યાં સુધી વાહન વ્યવહાર માટે બંધ રહેશે. પાલિકાની બીઆરટીએસ બસ સેવાના તમામ રૂટ પર બપોરે બે સુધી જ કાર્યરત રાખવામાં આવશે તેમજ સિટીબસના 42 રૂટમાં અંશત: ફેરફાર કરી બપોરના બે કલાક સુધી જ કાર્યરત રાખવામાં આવશે તેમ પાલિકાએ જણાવ્યું છે.

આ સ્થળોએ કૃત્રિમ તળાવો તૈયાર કરાયા
​​​​​​​અઠવા ઝોન

 • ડુમસ ગામ - કાંદી ફળિયા (ર)
 • નંદિની-3ની સામે, VIP રોડ.(1)

સેન્ટ્રલ ઝોન

 • ડક્કા ઓવારા-૧, ચોક બજાર

વરાછા ઝોન

 • હરે કૃષ્ણ ડાયમંડની બાજુમાં, સીમાડા(1)
 • વી.ટી સર્કલ નજીક, સરથાણા (1)
 • રામચોક પાસે, મોટા વરાછા (1)

લિંબાયત ઝોન

 • CNG પંપ પાસે,નવાગામ ડીંડોલી (1)

ઉધના ઝોન

 • ભેસ્તાન ફાયર સ્ટેશન પાસે (1)
 • જુની સબજેલ, રીંગરોડ(1)
 • સુડા સેક્ટર-3નો કોમન પ્લોટ, સચિન (1)

રાંદેર ઝોન

 • નવી RTO પાસે, પાલ (1)
 • ઈસ્કોન મંદિરની સામે, જહાંગીરપુરા (1)
 • રામજી મંદિર ઓવારા, અડાજણ (1)

કતારગામ ઝોન

 • એચ-4 EWS આવાસ પૈકી (1)
 • કોઝ-વે પાસે (1)
 • વણઝારાવાસ ઓવારા તરફ (1)
 • મૌની સ્કૂલ પાસે (1)
 • લંકા વિજય (1)

અન્ય સમાચારો પણ છે...