મદદ:વરાછામાં ચા લેવા નીકળેલી બાળા 22 કિમી દૂર ઇચ્છાપોર પહોંચી ગઇ

સુરતએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ડિંડોલીની બાળકીને પોલીસની ‘શી’ ટીમે પરિવારને સોંપી

વરાછામાં માતાને ચા લેવા જવાનું કહી નીકળેલી 9 વર્ષીય બાળકી પોણા પાંચ કલાક પગપાળા ચાલી 22 કિમી દૂર ઇચ્છાપોર ક્રિભકો રેલવે ફાટક પાસે પહોંચી ગઇ હતી. જ્યાં મોડી રાત્રે ઇચ્છાપોર પોલીસની ‘ શી’ ટીમની નજર પડતા પોલીસ સ્ટેશને લાવી હતી. પોલીસની ‘શી’ ટીમે બાદમાં ડિંડોલીની બાળકીને તેના ભાઇને સોંપી હતી.

આ અંગે મહિલા PSI ખત્રીએ જણાવ્યું કે,‘ બાળકી મંગળવારે બપોરે 3 વાગ્યે વરાછા ગીતાંજલી પાસેથી માતાને ચા લેવા જાવ છું એમ કહી નીકળી હતી. બાળકી વરાછાથી બરબપોરે પગપાળા રિંગરોડ થઈ પાલથી ઈચ્છાપોર ક્રિભકો ફાટક પહોંચી હતી. બાળકી પોણા પાંચ કલાક સુધી ચાલતી રહી હતી. મોડી રાતે ‘શી’ ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે બાળકી રેલવે ફાટક પાસે બેઠેલી હતી. પોલીસે બાળકી પાસે જઈ માતા-પિતા બાબતે પૂછપરછ કરી હતી. ત્યાર બાદ ડિંડોલીની આ બાળકીને પોલીસે તેના ભાઇને સોંપી હતી.’

અન્ય સમાચારો પણ છે...