તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:3.60 કરોડના સીસી છેતરપિંડી કેસમાં જામીનદાર નેહાની ધરપકડ

સુરતએક મહિનો પહેલા
  • કૉપી લિંક

ધંધા માટે પંજાબ નેશનલ બેંકમાંથી 2015માં 3 ભાઈઓએ એક મિત્ર સાથે મળી 4 ફર્મના નામે 3.60 કરોડની કેશ ક્રેડિટ લઇ છેતરપિંડી કરવા મામલે નેહા ગૌતમ જૈન(28)(શુક્ન રેસીડન્સી, વેસુ,મૂળરાજસ્થાન) શુકવારે સાંજે આગોતરા જામીન સાથે ડીસીબીમાં હાજર થતા ધરપકડ કરાઇ છે. નેહા જૈન ચારેય ખાતેદારોની બેંક ગેરેન્ટર હતી.

અગાઉ આ કેસમાં વેપારીનો મિત્ર અજય ભુતડા પકડાયો હતો. બાકીના 3 વેપારીબધુંઓ ભાગતા ફરે છે. મૂળ ભટીંડાના વેપારી રાજેશ, હરીશ અને સુરેશ ગોયેલ ત્રણેય ભાઈઓ ભાડેના મકાનમાં રહેતા હતા છે. હાલમાં વેપારીઓની દુકાનો બંધ છે અને ઘરે તાળાં છે. વર્ષ 2015માં 3.60 કરોડની રકમ લઈ 2019ના સપ્ટેમ્બર સુધી ધંધાકીય વ્યવહારો ચાલુ રાખ્યા હતા. કાપડ ખરીદ વેચાણ માટે મળેલ સીસી રૂ. 3.60 કરોડની મતાનો કાપડનો સ્ટોક બારોબાર સગેવગે કરી ફરાર થયા હતા.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે કોઇ સફળતા લઇને આવી રહ્યો છે, તેને સફળ બનાવવા માટે તમારે દઢ નિશ્ચયી થઇને કામ કરવાનું છે. થોડા જ્ઞાનવર્ધક તથા રોચક સાહિત્ય વાંચવામાં સમય પસાર થશે. નેગેટિ...

    વધુ વાંચો