હાઇકોર્ટ:તક્ષશિલા કાંડમાં પરાગ મુન્શી અને ગજ્જરને જામીન

સુરતએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

તક્ષશિલા કાંડમાં સંડોવાયેલાં પાલિકાના બે અધિકારી પરાગ મુન્શી અને હિમાંશુ ગજ્જરને હાઇકોર્ટ દ્વારા જામીન પર મુક્ત કરતો હુકમ કરાયો છે. આરોપી તરફે સ્થાનિક લેવલે એડવોકેટ કેતન રેશમવાલા હાજર રહ્યા હતા. 22ના છાત્રના મોત બાદ પોલીસે ફરિયાદ નોંધી 13ની ધરપકડ કરી હતી. અગાઉ પરાગ મુન્શી અને હિમાંશુ ગજ્જરની જામીન અરજી કોર્ટ દ્વારા નામંજૂર કરાઈ હતી. બાદમાં મામલો હાઇકોર્ટ સુધી પહોંચ્યો હતો. આ કેસમાં કોર્ટ દ્વારા ચાર્જ નક્કી કરાયા છે પરંતુ કોરોનાને લીધે સંભળાવવામાં આવ્યા નથી.

અન્ય સમાચારો પણ છે...