તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તક્ષશિલા અગ્નિકાંડ:કોર્ટે બિલ્ડરોને વાલીઓને 50 લાખ ચૂકવવાની શરતે જામીન આપ્યાં, વાલીઓએ વિરોધ કરી કહ્યું, ‘વળતર નથી જોઈતું, સુપ્રીમમાં જઈશું’

સુરત3 મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
  • વળતર જોઇતું નથી, જામીન રદ કરવા સુપ્રીમમાં જઇશું : વાલીઓ
  • બે બિલ્ડરને 3 મહિનામાં જ 50 લાખ ચૂકવવા કોર્ટનો આદેશ

તક્ષશિલા અગ્નિકાંડમાં કોર્ટે પહેલીવાર જામીન અરજીના ચુકાદા વખતે રૂપિયા 50 લાખનું વળતર ચૂકવવાની શરતે જામીન મંજૂર કરતો હુકમ કર્યો હતો. આરોપી બિલ્ડર સવજી પાઘડાલ અને રવિન્દ્ર કહારની જામીન અરજી હાઇકોર્ટે મંજૂર કરી હતી અને ત્રણ મહિનામાં રકમ ચૂકવવાની શરત રાખી હતી. જોકે, ફરિયાદી પક્ષના એડવોકેટે કહ્યું કે, વળતર અમને મંજૂર નથી, આરોપી બિલ્ડરોના જામીન રદ કરાવવા માટે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરાશે. નોંધનીય છે કે, તાજેતરમાં જ 13 આરોપીઓ સામે સેશન્સ કોર્ટમાં ચાર્જફ્રેમ કરાયો હતો.

કોર્ટે ચુકાદામાં નોંધ્યું હતું કે, આ કેસમાં 251 સાક્ષીઓ ચકાસવાના છે, સજાની જોગવાઈ દસ વર્ષની છે. કેસ ચાલતા સમય લાગી શકે છે, એના આધારે જામીન અપાયા છે. તક્ષશીલા અગ્નિકાંડમાં 14 આરોપીઓની ધરપકડ કરાઈ હતી. આરોપીઓની ધરપકડ બાદ જામીન અરજીઓના સ્ટેજ બાદથી જ કોવિડની સ્થિતિ વકરતાં ચાર્જફ્રેમ પોણા બે વર્ષ સુધી લંબાયો હતો.

વિદેશ ન ભાગી જાય એટલે પાસપોર્ટ જપ્ત
બંને આરોપી બિલ્ડરો છેલ્લાં બે વર્ષથી જેલમાં હતા. અનેકવાર જામીન અરજી નામંજૂર થતાં આરોપીઓએ હાઇકોર્ટમાં કરેલી અરજી આખરે મંજૂર થઈ હતી. આ સાથે કોર્ટે આરોપીનો પાસપોર્ટ જપ્ત કરવા ઉપરાંત સમયસર પોલીસ સ્ટેશનમાં હાજરી પુરાવવાની શરતો સાથે જામીનમુક્તિનો આદેશ કર્યો હતો.

હવે કોણ-કોણ જેલમાં : આ કેસમાં હવે આરોપી ટ્યુશન સંચાલક ભાર્ગવ બુટાણી, બિલ્ડર વેકરિયા અને દિનેશ વેકરિયા જેલમાં છે. અત્યાર સુધી કુલ 11 આરોપીઓ જામીનમુક્ત થયા છે.

અન્ય સમાચારો પણ છે...