તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોર્ટનો આદેશ:ડોક્યુમેન્ટના આધારે બોગસ બિલિંગમાં જામીન નામંજૂર

સુરત14 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
 • રત્નકલાકારના નામે કરોડોનું ટર્નઓ‌વર

છેતરપિંડી આચરીને ડોક્યુમેન્ટ મેળવી તેના આધારે જીએસટી રજિસ્ટ્રેશન લઇ રૂપિયા દસ કરોડથી વધુનું બોગસ બિલિંગ આચરનારા કૌભાંડીની જામીન અરજી સેશન્સ કોર્ટ દ્વારા નામંજૂર કરવામાં આવી હતી. સરકાર તરફે એપીપી કિશોર રેવલીયાએ દલીલો કરી હતી. સરથાણા પોલીસ મથકમાં નોંધાયેલાં કેસની વિગત મુજબ સરથાણા ખાતે રહેતા અને હીરા ઘસવાનું કામ કરતાં ગૌમત સુવાગીયાએ ઓનલાઇન ધંધો કરવા માટે આરોપી ધર્મેશ વોરાને ડોક્યુમેન્ટ આપી જીએસટી નંબર લીધા હતા.

ફરિયાદીના મિત્ર ચિરાગ મોરડીયાએ પણ જીએસટી નંબર મેળવ્યો હતો,. જો કે, પાંચ મહિનામાં આ નંબરના આધારે ઊભી કરાયેલી ફર્મ પર કુલ દસ કરોડથી વધુુનુ ટર્નઓવર કરી દેવાયુ હતુ અને ટેક્સ લાયાબિલિટિ પણ ઊભી થઈ ગઈ હતી. આ કેસમાં પોલીસે આરોપી ધર્મેશ વોરા, હરેશ જળોદરા, દિપેશ ગોટાવાલા, રાજકુમાર, રવિ ગોંડલિયા, અનુજ અગ્રવાલ અને ચેતન મોદી સામે ગુનો નોંધ્યો હતો.જેમાં આરોપી ધર્મેશ વોરાએ કરેલી જામીન અરજી સેશન્સ કોર્ટે નામંજૂર કરી હતી.

લેસપટ્ટીનું કામ કરનારનું દસ કરોડનું ટર્નઓવર
આરોપીઓએ આ કેસના અન્ય એક સાહેદ ભરત કે જે લેસ પટ્ટીનું કામ કરે છે, તેના નામે પણ ફર્મ ખોલી રૂપિયા દસ કરોડનું ટર્નઓ‌વર કર્યું હોવાનું તપાસમાં સામે આવ્યુ છે. આરોપી ધર્મેશ વોરાએ સહ આરોપી દિપેશ ગોટાવાલાની સાથે મળીને આ કારસ્તાન કર્યું હતુ.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

  વધુ વાંચો