જામીન નામંજૂર:5.14 કરોડના હીરા વેચીને ઠગાઈ કરતા 3ના જામીન નામંજૂર

સુરતએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

હીરા વેપારીના રૂપિયા 5.14 કરોડના હીરા વેચવા માટે લઈ તેનું પેમેન્ટ નહીં કરી છેતરપિંડી કરનારા ત્રણ આરોપીઓની જામીન અરજી સેશન્સ કોર્ટે ફગાવી દીધી હતી. વરાછા ખાતે રહેતા શ્યામ પટેલે આપેલી ફરિયાદ મુજબ જાન્યુઆરી-2020માં તેઓએ 1400 કેરેટના હીરા અને જુન-2020માં 1455.77 કેરેટ હીરા મુંબઇ વેચવા માટે સુનિલ ઝવેરીને આપ્યા હતા. જો કે, હીરા આપ્યા બાદ તે ફરી આપવામાં આવ્યા ન હતા અને પેમેન્ટ પણ અપાયું ન હતું.

મુંબઇના અન્ય આરોપીઓ કે જેઓ હીરા દલાલ હતા તે તમામ સાથે મળીને રૂપિયા 5.14 કરોડના હીરાની છેતરપિંડી કરાઇ હતી. આ કેસમાં અન્ય આરોપીઓ કૃણાલ શાહ, પ્રિયેશ શાહ અને સોહન શાહે ધરપકડથી બચવા માટે જામીન અરજી કરી હતી. સરકાર પક્ષે એપીપી કિશોર રેવલીયાની દલીલો બાદ કોર્ટે જામીન નામંજૂર કર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...