1961 પહેલાંના દસ્તાવેજોમાં ચેડાં કરીને જમીન પોતાના નામે કરી તેને અન્યને વેચી નાંખવાના અત્યંત ચકચારી કાંડમાં સંડોવાયેલાં આરોપી વિજયકુમાર છિબુ પટેલની જામીન અરજી સેશન્સ કોર્ટે નામંજૂર કરી હતી. નોંધનીય છે કે આ કાંડમા અત્યાર સુધી કુલ આઠ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.
અઠવા પોલીસ મથકમાં સબ રજિસ્ટ્રાર વિભાગમાં આચરાયેલાં કૌભાંડની ફરિયાદ નોંધવામાં આવી હતી. જેમાં ભેજાબાજોએ જુના દસ્તાવેજ કાઢી ને તેમાં નામ બદલી તેને અન્ય જમીનના નામ રેકર્ડ પર ચઢાવી દીધા હતા.
કલેક્ટર કચેરીના કર્મીઓ પણ રડાર પર
સમગ્ર કેસની હાલ તપાસ ચાલી રહી છે અને સબ રજિસ્ટ્રાર કચેરીના કર્મચારીઓ્ની મીલીભગત છે કે કેમ એ અંગે પણ તપાસની દિશા ફંટાઈ શકે છે. હાલ સમગ્ર કેસમાં આઠ આરોપીઓ ઝડપાઈ ચૂકયા છે. આવી કેટલી જમીનોમાં નામફેર કરી કૌભાંડ આચરવામાં આવ્યુ છે તેની પણ તપાસ ચાલી રહી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.