તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ક્રાઇમ:સિટીલાઇટમાં બાઈ 2.93 લાખના ઘરેણાં લઈ ફરાર

સુરત4 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ડોક્ટરે પોલીસમાં ફરિયાદ નોંધાવી
 • CCTVમાં કામવાળી ભાગતી દેખાય છે

ડોક્ટરની માતા બેડરૂમના પલંગમાં ઘરેણાં મુકીને રસોઈ કરવા ગઈ એટલામાં કામવાળી 2.93 લાખના ઘરેણાં તફડાવી ત્યાંથી ફરાર થઈ ગઈ હતી. કામવાળી 3 દિવસ પહેલા કામ કરવા માટે આવી હતી અને આઇડી પ્રુફ કામવાળીએ પછી આપવાનું કહ્યું હતું.

આ અંગે ખટોદરા પોલીસમાં ડોક્ટરે ચોરીની ફરિયાદ આપી છે. પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે કામવાળીને શોધવા પ્રયાસ શરૂ કર્યા છે. ન્યુ સિટીલાઇટ મોહનપાર્ક સોસાયટીમાં રહેતા અને રિંગરોડની નિર્મલ હોસ્પિટલમાં ડોકટર તરીકે ફરજ બજાવતા વિકાસ વેંકટરાવ જાધવ 17મી નવેમ્બરે નાઇટ ડ્યૂટી કરી સવારે ઘરે આવીને સુઈ ગયા હતા. આ અરસામાં તેમની માતા પલંગ પર મુકેલા ઘરેણાં શોધી રહી હતી. રૂપિયા 2.92 લાખની કિંમતનો સોનાનો હાર અને કંગન ઘરમાં મળી આવ્યા ન હતા. આથી કામવાળી મંજુલા સામે શંકાની સોય ગઈ હતી.

કામવાળી 3 દિવસ આવી ચોથા દિવસથી કામ પર આવતી બંધ થઈ હતી અને જે દિવસે ઘરેણાં ચોરી થયા તે દિવસે કેમેરામાં બપોરના સમયે કામવાળી પાછલા ગેટ પરથી ભાગતી દેખાઈ હતી. લગભગ એકાદ કલાકમાં ઘરેણાં ચોરી કરી કામવાળી ફરાર થઈ છે. ડોકટરની સગાઇ માટે માતાએ ઘરેણાં બહાર કાઢયા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

  વધુ વાંચો