તજવીજ:અમરોલીમાં સ્તનપાન બાદ શ્વાસ રૂંધાતા બાળકનું મોત

સુરતએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સારવાર માટે સિવિલ ખસેડ્યો, તબીબે મૃત જાહેર કર્યો

અમરોલીમાં માતાએ સ્તનપાન કરાવ્યા બાદ બાળકનું મોત નિપજ્યું હતું. અમરોલી કોસાડ આવાસ ખાતે રહેતા સાદીક મંસુરી મજુરી કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. મહિના પહેલા જ તેમના ઘરે પુત્રનો જન્મ થયો હતો. શુક્રવારે મોડી રાત્રે સાદીકભાઈની પત્ની અફસાનાએ પુત્ર અબ્દુલકાદીરને સ્તનપાન કરાવ્યું હતું.

જોકે સ્તનપાન બાદ માતાનું દુધ માસુમ અબ્દુલકાદીરની શ્વાસ નળીમાં જતું રહ્યા બાદ નાકમાંથી બહાર નીકળ્યું હતું અને માસુમ અબ્દુલકાદીર બેભાન થઈ ગયો હતો. જેથી તેને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. જ્યાં ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યો હતો. શ્વાસ નળીમાં માતાનું દુધ જતું રહેતા શ્વાસ રૂંધાવાના કારણે મોત નિપજ્યું હોવાની તબીબે શક્યતા વ્યકત કરી હતી. બનાવની જાણ થતા અમરોલી પોલીસ સિવિલ દોડી જઈ માસુમ અબ્દુલકાદીરના મોતનું ચોક્કસ કારણ જાણવા માટે પોસ્ટમોર્ટમની તજવીજ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...