વિવાદ:ડિંડોલીમાં મહિલા કોર્પોરેટરના પતિની પાલિકાકર્મી સાથે બબાલ, જપ્ત કરેલી લારીઓ ગાડીમાંથી નીચે ઉતરાવી હતી

સુરત5 મહિનો પહેલા
  • કૉપી લિંક
નગરસેવિકાના પતિએ દબાણકર્તાઓ સાથે માથાકૂટ કરી વિરોધ કર્યો હતો - Divya Bhaskar
નગરસેવિકાના પતિએ દબાણકર્તાઓ સાથે માથાકૂટ કરી વિરોધ કર્યો હતો
  • તહેવારે ધંધો કરવા દેવાની માંગણી સાથે પાલિકા ટીમને ખખડાવી

શહેરમાં જાહેર રોડ પરના દબાણની સમસ્યા વિકટ બનતી જઇ રહી છે. છાશવારે સામાન્ય સભામાં કાયમી દબાણની સમસ્યા દૂર કરવા માટે માટે નગરસેવકો પસ્તાળ પાડતા હોઇ છે. બીજી બાજુ ડિંડોલીમાં દબાણ દૂર કરવા ગયેલી પાલિકાની ટીમ સાથે સ્થાનિક નગરસેવિકાના પતિએ માથાકૂટ કરીને જપ્ત કરેલી લારીઓ ગાડીમાંથી નીચે ઉતારાવી લીધી હોવાની માહિતી સાંપડી છે. ડિંડોલી-ખરવાસા રોડ પર આવેલ માર્ક પોઇન્ટ પર લારી-પાથરણાના દબાણો દૂર કરવા માટે લિંબાયત ઝોનની ટીમ પહોંચી હતી.

દબાણ ખાતાની ટીમે એક પછી એક લારી ઉચકવાનું શરૂ કરતા દબાણકર્તાઓએ વિરોધ કર્યો હતો ત્યાંજ સ્થાનિક નગરસેવિકા શશીબેન ત્રિપાઠીના પતિ ધર્માત્મા પહોંચી કર્મચારીઓને ખખડાવ્યા હતા. એટલું જ નહીં ભારે હંગામો મચાવી ગાડી ઉપરથી એક લારી પણ નીચે ઉતારવી લીધી હતી. આ મામલે ધર્માત્માએ જણાવ્યું કે, રક્ષાબંધનના તહેવારને લઇ રાખડીની લારીઓ લાગી હતી. તહેવાર હોવાથી તેઓ ધંધો-રોજગાર કરવા માટે વિનંતી કરી રહ્યા હતા. જેથી દબાણ ખાતાની ટીમને લારી નહીં લઇ જવા જણાવ્યું હતું. પરંતુ પાલિકાની ટીમ 10થી વધુ લારીઓ લઇ ગયા હતા.

અન્ય સમાચારો પણ છે...