એજ્યુકેશન:BA, બીકોમ હિન્દી-અંગ્રેજીના નવા અભ્યાસક્રમોને મંજૂરી

સુરતએક મહિનો પહેલા
  • કૉપી લિંક
વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી - ફાઈલ તસવીર - Divya Bhaskar
વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી - ફાઈલ તસવીર
  • B.Sc. ઝૂઓલોજીની પરીક્ષા અંગ્રેજી અથવા ગુજરાતી માત્ર એક જ ભાષામાં આપી શકાશે

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની એકેડેમિક કાઉન્સિલમાં બીએ, બીકોમના અભ્યાસક્રમોમાં હિન્દી, અંગ્રેજી અને અર્થશાસ્ત્ર વિષયના નવા અભ્યાસક્રમોને મંજૂરી અપાઈ છે.

યુનિવર્સિટીની શુક્રવારે મળેલી એકેડેમિક કાઉન્સિલની બેઠકમાં કેટલાક મહત્વના નિર્ણયો લેવાયા હતા. જેમાં હિન્દી, અંગ્રેજી અને અર્થશાસ્ત્રના નવા અભ્યાસક્રમોને મંજૂરી આપવા સંદર્ભે ચર્ચા વિચારણા કર્યા બાદ શૈક્ષણિક વર્ષ 2022-2023થી બી.એ, બી.કોમના રેગ્યુલર અને એક્સટર્નલ અભ્યાસક્રમોમાં હિન્દી, અંગ્રેજી અને અર્થશાસ્ત્રના નવા અભ્યાસક્રમોને મંજૂરી અપાઈ હતી. એમ.એ વિથ ઇંગ્લિશ અભ્યાસમાં અંગ્રેજીના નવા અભ્યાસક્રમોને મંજૂરી અપાઈ છે. તેમજ એક્વેટિક બાયોલોજી સેમેસ્ટર-1 અને 2 ના નવા અભ્યાસક્રમોને પણ મંજૂરી આપવામાં આવી છે.

બીએસસી ઝૂઓલોજીના તમામ સેમેસ્ટરના પ્રશ્નપત્ર અંગ્રેજી તથા ગુજરાતી માધ્યમમાં કાઢવાનો જ્યારે વિદ્યાર્થી તમામ પ્રશ્નોના જવાબો ગુજરાતી અથવા અંગ્રેજી કોઈ એક જ ભાષામાં આપી શકશે.

અન્ય સમાચારો પણ છે...