તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઉજવણી:અયોધ્યા શિલાન્યાસનો ઉત્સાહ સુરતમાં, એન્જિનિયરે 15 વર્ષમાં રામ નામથી 200 ચિત્રો કાગળ પર કંડાર્યા

સુરતએક વર્ષ પહેલા
અવિનાશ ચૌહાણે છેલ્લા 15 વર્ષમાં ' રામ ' નામના સહારે 200 થી વધુ આકર્ષિત ચિત્રો બનાવ્યાં છે.(ઈન્સેટમાં ચિત્રકાર અવિનાશભાઈ)
  • રામ નામ લખીને વિવિધ ડિઝાઈનના ચિત્રો બનાવ્યાં
  • લાલ,બ્લૂ અને ગ્રીન પેનના ઉપયોગથી ચિત્રો બનાવ્યાં

અયોધ્યામાં રામ મંદિરના શિલાન્યાસને લઈને દેશભરના ભાવિકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ત્યારે સુરતની ONGC કંપનીમાં ફરજ બજાવતા એન્જિનિયરે છેલ્લા 15 વર્ષથી રામ નામ વિવિધ ડિઝાઈનમાં લખીને 200 ચિત્રો તૈયાર કર્યા છે. આ ચિત્રો દ્વારા તેઓ પોતાની કૃતિ ભગવાનને અર્પણ કરી રહ્યા છે. સાથે જ તેમના મિત્રો અને સંબંધીઓએ સાથે મળીને ચાંદીનું દ્રવ્ય પણ ભગવાનના મંદિર માટે મોકલી આપ્યું છે.

રામ નામથી ચિત્રો કંડાર્યા
વ્યવસાયે એન્જિનિયર અને કલાકારીની કુનેહ ધરાવતા સુરતના અવિનાશ ચૌહાણે છેલ્લા 15 વર્ષમાં ' રામ ' નામના સહારે 200 થી વધુ આકર્ષિત ચિત્રો બનાવ્યા છે અવિનાશ ચૌહાણ રામ નામનો ઉપયોગ કરીને સુંદર ચિત્રો અને ડિઝાઇન બનાવે છે .ONGCમાં ચીફ એન્જિનિયર અવિનાશ ચૌહાણે રામ નામને કાગળ પર કંડારી ભક્તિમય ચિત્રો ઉપસાવ્યા છે. તેઓ દેવી-દેવતાઓની કૃતિઓને પેપરમાંથી કટિંગ કરી અન્ય કાગળ પર ચોટાડી તેની આજુબાજુ ઓમ, સ્વસ્તિક, પ્રાકૃતિક દૃશ્યો વગેરે પ્રકારની ભાત ચિત્રોમાં ઉપસાવે છે અને તે ચિત્રોની ભાતમાં રામ નામ લખે છે.

દાદા-દાદી પાસેથી કળા શીખી
અવિનાશ ચૌહાણ છેલ્લા 15 વર્ષ દરમિયાન અનેક અથાગ પ્રયાસો દ્વારા આ સિદ્ધિ હાંસલ કરી છે. 15 વર્ષ પહેલા જ્યારે પ્રથમ ચિત્ર બનાવવાનું શરૂ કર્યુ હતું ત્યારે બે વર્ષ લાગ્યા હતા. જ્યારે હવે તેઓ એક ચિત્ર માત્ર બે જ દિવસમાં બનાવી લે છે. અવિનાશ ચૌહાણે જણાવ્યું હતું કે, મારા દાદા - દાદી પાસેથી આ કળા શીખી છે અને હમણાં સુધીમાં 200થી વધુ ચિત્રો બનાવ્યા છે . ભગવાનોના ચિત્રને લેમિનેશન કરી મંદિરોમાં અર્પણ કર્યા છે.

બોલપેનથી ચિત્રો બનાવે છે
દરેક ચિત્રોમાં બોલપેનથી રામના શબ્દોને કંડાર્યા છે. જેમાં શંકર-પાર્વતી, ગણેશ સહિત અનેક દેવી દેવતાઓનો સમાવેશ કર્યો છે. અયોધ્યામાં રામમંદિર શિલાન્યાસ સમારોહને કેન્દ્રમાં રાખીને દેશભરમાંથી રામભક્તો , અગ્રણીઓ દ્વારા રજત દ્રવ્ય અર્પણ કરવામાં આવી રહ્યું છે. દરમિયાન પરિવાર અને મિત્રો દ્વારા રજત દ્રવ્ય પણ મંદિર ટ્રસ્ટને અપાયું છે.