તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હોટલમાંથી પકડાયા:UPથી કિશોરીને ભગાડી સુરત આવેલો વિધર્મી યુવક ઝડપાયો, પૂછપરછ કરતા ભાંડો ફૂટ્યો

સુરત10 દિવસ પહેલા
  • કૉપી લિંક
6 દિવસ પહેલા યુવક કિશોરીને લઈને ઉત્તર પ્રદેશથી ભાગ્યો હતો. - Divya Bhaskar
6 દિવસ પહેલા યુવક કિશોરીને લઈને ઉત્તર પ્રદેશથી ભાગ્યો હતો.
  • પોલીસને જાણ કરી બંનેને સોંપી દેવામાં આવ્યા

ઉત્તર પ્રદેશથી કિશોરીને ભગાડી સુરત આવેલા એક વિધર્મી યુવકને સામાજિક કાર્યકર્તાઓએ પકડી કામરેજ પોલીસને સોંપી દીધા હતા. હોટલમાં ચા નાસ્તો કરતા યુવકની પૂછપરછ કરતા ભાંડો ફૂટી ગયો હતો. હાલ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

હોટલમાંથી યુવક અને કિશોરી મળી આવ્યા
અંદાજે 6 દિવસ પહેલા યુપીથી એક કિશોરીને ભગાડવામાં આવી હોવાની મળેલી માહિતીને આધારે સામાજિક કાર્યકર્તાઓએ આ મુહિમ ઉપાડી હતી. કામરેજની એક હોટેલમાં ચા-નાસ્તો કરતા ઈસમ પર શંકા ગયા બાદ પૂછપરછ કરતા વિધર્મી યુવકનો ભાંડો ફૂટ્યો હતો. એટલું જ નહીં પણ આ બાબતે સામાજિક કાર્યકર્તાઓએ યુપી પોલીસને જાણ કર્યા બાદ કામરેજ પોલીસનો સંપર્ક કરી કિશોરી અને યુવકને પોલીસને સોંપી દીધા હતા.

કિશોરીની ઉંમર અંદાજે 17 વર્ષ
કામરેજ પીઆઇએ કહ્યું હતું કે ગુનો યુપીમાં દાખલ થયો છે. અપહરણ અને 366 મુજબ સહિત એટ્રોસિટીનો લગભગ ગુનો નોંધાયો છે. કામરેજ પોલીસે માહિતીને આધારે વિજય હોટલમાંથી પકડી પાડ્યા છે. વિધર્મી ઈસમ લગભગ 40-45 વર્ષનો હોય એમ કહી શકાય છે. જ્યારે કિશોરી 17-18 વર્ષની હોય એમ લાગી રહ્યું છે. યુપી પોલીસને જાણ કર્યા બાદ એ સુરત આવી ગઈ છે અને કામરેજના પીએસઆઇની મદદ થી તપાસ શરૂ કરી છે. પ્રેમ પ્રકરણમાં કિશોરીને ભગાડી સુરત આવ્યા હોય એમ લાગી રહ્યું છે.