તડામાર તૈયારીઓ:નેશનલ ગેમ્સને લઈને સુરત સિટીથી લઈને ગામડા સુધી જાગૃતિ લવાશે, ઉત્સવનો માહોલ ઉભો કરવા સૂચન

22 દિવસ પહેલા
  • કૉપી લિંક
નેશનલ ગેમ્સને લઈને ગ્રામ્ય વિસ્તારો સુધી તૈયારી શરૂ કરવામાં આવી. - Divya Bhaskar
નેશનલ ગેમ્સને લઈને ગ્રામ્ય વિસ્તારો સુધી તૈયારી શરૂ કરવામાં આવી.

નેશનલ ગેમ્સની શરૂઆત પહેલા રાજ્યભરમાં તેને લઈને જાગૃતિ લાવવાનો પ્રયાસ નાનામાં નાના ગામડા સુધી ઉત્સવનો માહોલ ઉભો થાય તેના માટે પ્રયાસ શરૂ કરવા સૂચન આપવામાં આવ્યું હતું. ગૃહ અને રમતગમત રાજ્યમંત્રી હર્ષ સંધવીના અધ્યક્ષસ્થાને રાજ્યભરના ઉચ્ચ અધિકારીઓ સાથે વીડિયો કોન્ફરન્સ કરી હતી. મોટા શહેરોથી લઈને સરપંચ સુધી તમામ લોકોને પોતાના વિસ્તારમાં ઉત્સાહપૂર્વકનું વાતાવરણ બની રહે તેવા પ્રયાસ કરવામાં આવશે.

નેશનલ ગેમ્સને લઈને કોન્ફરન્સ યોજાય
રાજ્યના ગૃહ અને રમતગમત રાજ્યમંત્રી હર્ષ સંધવીના અધ્યક્ષસ્થાને સુરત જિલ્લા કલેક્ટર કચેરી ખાતેથી ગુજરાત રાજ્યમાં 36મી નેશનલ ગેમ્સના આયોજન અર્થે રાજ્યભરના કલેકટર, જિલ્લા વિકાસ અધિકારીઓ સાથે વીડિયો કોન્ફરન્સ યોજાઈ હતી. રાજ્યમાં યોજાઈ રહેલી નેશનલ ગેમ્સમાં શહેર-ગ્રામ્ય વિસ્તારના યુવાનો, રમતવીરો ઉત્સાહભેર જોડાઈ તે માટે રાજ્યભરના અધિકારીઓને માર્ગદર્શિત કર્યા હતા.

ખેલાડીઓને પ્રોત્સાહન આપવા સૂચન
હર્ષ સંઘવીએ જણાવ્યું કે ગામડા સુધી નેશનલ ગેમ્સને લઈને લોકોને તમામ માહિતીઓ મળતી રહે તે જરૂરી છે. ખેલાડીઓમાં વધુમાં વધુ રાષ્ટ્રભાવના જાગૃત કરવાનો પ્રયાસ કરવો જોઈએ. ખેલાડીઓનું સન્માન દરેક ગામમાં સરપંચ સ્તર સુધી કરવામાં આવશે. વીડિયો કોન્ફરન્સના માધ્યમથી જિલ્લા કક્ષાએ અને તાલુકા કક્ષાના તમામ અધિકારીઓને નેશનલ ગેમ્સને લઈને વિવિધ બાબતોની સૂચના આપવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...