સુરત / રહિશોમાં જાગૃતતા આવી, સોસાયટીમાં દવાનો છંટકાવ કરી સેનિટાઈઝ કરી

સોસાયટીના પાર્કિંગ એરિયામાં દવાનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે
સોસાયટીના પાર્કિંગ એરિયામાં દવાનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે
X
સોસાયટીના પાર્કિંગ એરિયામાં દવાનો છંટકાવ કરવામાં આવી રહ્યો છેસોસાયટીના પાર્કિંગ એરિયામાં દવાનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે

  • સોસાયટીના બાળકને પાર્કમાં જવાની સખ્ત મનાઈ
  • સોસાયટીમાં બહારથી આવતા લોકોને પ્રતિબંધ

દિવ્ય ભાસ્કર

Mar 26, 2020, 03:56 PM IST

સુરતઃ કોરોના વાઈરસના જોખમને ટાળવા માટે સરકારે તો સાવચેતીના પગલા ભર્યા જ છે પરંતુ તેની સાથે-સાથે લોકો સ્વ-જાગૃતિ તરફ વળ્યા છે. સુરતના વેસુ વીઆઈપી વિસ્તારમાં આવેલી ડ્રિમ હેરિટેજ સોસાયટીના રહેવાસીઓએ કોરોના વાઈરસથી બચવા બને તેટલા પ્રયાસો કરી રહ્યા છે. નાના બાળકોને સોસાયટીના પાર્કમાં જવાની સખ્ત મનાઈ ફરમાવી દીધી છે. સોસાયટીમાં દવાનો છંટકાવ કરી સેનિટાઈઝ કરવામાં આવી રહી છે.

બધાના ઘરે સેનિટાઈઝર રાખવાની સૂચના 

ડ્રિમ હેરિટેજ સોસાયટીના રહિશ મુકેશભાઈ ગોટેચાએ જણાવ્યું હતું કે, સોસાયટીના દરેક સભ્યોએ પોતાના ઘરના પ્રવેશદ્વાર પર  સેનિટાઈઝર રાખવા એકબીજાને પ્રોત્સાહિત કર્યા છે. એટલે કોઈપણ ઘરમાં પ્રવેશે પહેલા સેનિટાઈઝરથી હાથ સાફ કરવા ફરજિયાત છે. કામવાળા આવે તો પણ તેને હાથ-પગ સાફ કર્યા વગર અંદર પ્રવેશવા દેતા નથી. બાળકો પણ ઘરની બહાર ન નીકળે તેનું ખાસ ધ્યાન રાખીએ છીએ.

આઈસોલેટેડ થઈ ગયા અને કામવાળીઓને પણ આવવાની ના કહી છે

મુકેશભાઈએ વધુમાં જણાવ્યું હતું કે, સોસાયટીના તમામ સભ્યો ઘરમાં બંધ થઈને આઈસોલેટેડ થઈ ગયા છે. એકબીજાને મળવાનું ટાળીએ જ છીએ. ક્લબ હાઉસ અને કોમન ગાર્ડન બંધ કરી દીધા છે પરંતુ સ્વચ્છતા માટે રોજ સફાઈ કરાવીએ છે અને દવાનો પણ છંટકાવ કરવામાં આવે છે. કામવાળા પણ અનેક ઘરના કામ કરીને આપણા ઘરે આવે છે એટલે ચેપ ન લાગે તેથી તેમને પણ આવવાની ના પાડી દીધી છે.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી