પહેલ:માતાનું કેન્સરમાં મૃત્યુ થતાં ઉત્તરક્રિયામાં મહિલાઓની જાગૃતિ માટે કેમ્પ યોજ્યો, લોકોનું ઋણ ચુકવવા રક્તદાન શિબિર યોજી

સુરત4 મહિનો પહેલા
  • કૉપી લિંક
કતારગામમાં હાથી મંદિર રોડ ખાતે આવેલા રાજ પેલેસમાં રહેતા મૂળ બોટાદ જિલ્લાના તાજપર વડછક પરિવારના મુક્તાબેનના અવસાન બાદ યોજાયેલી રક્તદાન શિબિર. - Divya Bhaskar
કતારગામમાં હાથી મંદિર રોડ ખાતે આવેલા રાજ પેલેસમાં રહેતા મૂળ બોટાદ જિલ્લાના તાજપર વડછક પરિવારના મુક્તાબેનના અવસાન બાદ યોજાયેલી રક્તદાન શિબિર.
  • કતારગામના પરિવારનો અનોખો પ્રયાસ, નિષ્ણાતોને બોલાવી મહિલાઓને જાગૃત કરી
  • 2 વર્ષમાં 4 ઓપરેશન થતાં વારંવાર લોહીની જરૂર પડી હતી

કતારગામ વિસ્તારમાં રહેતા મૂળ બોટાદના તાજપર વડછક પરિવારના મુક્તાબેન દેવરાજભાઈનું ગર્ભાશયના કેન્સરના કારણે 2 ઓક્ટોબરે અવસાન થયું હતું. જો કે, તેમની સારવાર દરમિયાન વારંવાર લોહીની જરૂર પડતાં મુક્તાબેનના પરિવારજનોએ તેમની ઉત્તરક્રિયા નિમિત્તે કેન્સર જાગૃતિ સેમિનાર સાથે રક્તદાન શિબિરનું આયોજન કરી સમાજને જાગૃત કરવાનો અનોખો પ્રયાસ કર્યો હતો. મુક્તાબેનના દીકરા જયેશભાઈએ જણાવ્યું કે મહિલાઓમાં સ્તન કે ગર્ભાશય કેન્સરનું ઊંચું પ્રમાણ માત્ર જાગૃતિના અભાો જોવા મળે છે.

જેથી કેન્સર નિષ્ણાંત, ગાયનેકોલોજિસ્ટ અને એમડી ફિઝિશિયન તબીબોને બોલાવી આ પ્રસંગે મહિલાઓમાં જાગૃતિ લાવવા પ્રયાસ કરાયો હતો. તબીબોના જણાવ્યા પ્રમાણે સમયસર નિદાન અને તાત્કાલિક સારવાર શરૂ થાય તો કેન્સરને ઘાતક બનતું રોકી શકાય છે.

રક્તદાન શિબિર એટલા માટે રાખી હતી કે, માતાની 2 વર્ષ સારવાર ચાલી તે દરમિયાન 4 ઓપરેશન થયાં, જેમાં વારંવાર લોહીની જરૂરત ઊભી થઈ હતી, જેથી સમાજનું ઋણ ચૂકવવા માટે અમારા સગાસંબંધીઓ, મિત્રો મળી 200 લોકોએ રક્તદાન કર્યું હતું. આ પ્રસંગે સૌરાષ્ટ્ર પટેલ સમાજ ના અગ્રણી પ્રભુદાસ પટેલ, રમેશભાઈ ઉકાણી સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...