તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઈન્ડિયન પેડલીંગ લીગ:IPLકેમ્પેઈનથી માહિતગાર થઈ વેપારીએ રોજ સાયકલ લઈને જ દરેક જગ્યાએ જવાનું શરૂ કર્યું

સુરત10 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • સુરત ઈન્ડિયન પેડલીંગ લીગમાં ટાસ્કમાં વિજેતા બની પ્રથમ ક્રમે રહ્યું

સુરતે આઈપીએલમાં પ્રથમ ક્રમ મેળવ્યો. ભારતની એક સંસ્થા દ્વારા ઈન્ડિયન પેડલીંગ લીગનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રાજકોટ,વડોદરા, નવસારી, આણંદ, રાજકોટ, ગાંધીનગર, અમદાવાદ, પોરબંદર સહિત વિવિધ શહેરોએ ભાગ લીધો હતો.આ લીગમાં કુલ 50 ટીમ હતી. અને દરેક ટીમમાં 14 મેમ્બર હતા. દરેક ટીમને 13 પ્રોજેક્ટ આપવામાં આવ્યાં હતા. જેમાં સુરતીઓ ટાસ્ક પર કામ કરી વિજેતા બન્યા હતાં.તેમજ આ કેમ્પેઈનથી પ્રેરિત થઈને શહેરના અજય બગદાવાલાએ સાઈકલ પર જ ફરીને પોતાનું દરેક કામ કરવાનું શરૂ કર્યું.

લીગમાં વિવિધ કુલ 13 પ્રોજેક્ટ આપવામાં આવ્યાં હતાં
​​​​​​​સાઇકલિંગ એજયુકેશન ઈન સ્કુલ, બાઈક શેરીંગ પ્રોજેક્ટ, સાઇકલિંગ અવેરનેસ ઈન વુમન, સાઇકલિંગ ફ્રેન્ડલી શોપ, સાઇકલિંગ ક્લિનિક, સાઇકલ ફોર વર્ક, હેન્ડલ ફોર સર્વે, સાઇકલ રી સાઇકલ જેવા વિવિધ ટાસ્ક આપવામાં આવ્યાં હતા. આ ટાસ્ક માટે સુરતમાં એવાં ઘણા સુરત ક્લિનિક તૈયાર થયા જેમાં દર મહિનાના પહેલા શનિવારે સાઇકલિંગ સર્વિસ ફ્રી માં કરી આપવામાં આવે છે. તેમજ સુરતમાં હાલમાં કુલ 108 હોસ્પિટલ અને દુકાન એવાં છે જયાં કોઈપણ સાઇકલ લઈને જાય તો ડિસ્કાઉન્ટ તેમજ પ્રથમ પ્રેફરન્સ આપવામાં આવે છે. જેના દ્વારા સાઇકલ કલ્ચર વધી શકે છે. હેન્ડલ ફોર સર્વે ટાસ્કમાં ટીમ દ્વારા કયા રસ્તે ખાડા ટેકરાઓ છે તે જાણવા મળ્યું. તેમજ અર્બન સાયકલિંગમાં વધારો થયો. જેમાં લોકો પોતાના કામ માટે સાઇકલ લઈને જવા લાગ્યા છે.

હું 4 વર્ષથી સાઇકલિંગ કરું છું. પહેલા ફક્ત આરોગ્ય સારું રહે તે હેતુથી રોજ સવારે સાઇકલિંગ કરતો હતો. પરંતુ જયારથી આ કેમ્પેઇન વિશે જાણ થઈ ત્યારથી મેં મારા દરેક કામ માટે સાઇકલ પર જવાનું નક્કી કર્યું. હું આખો દિવસ સાઇકલ પર જ દરેક જગ્યાએ ફરું છું. કોઈપણ જગ્યા હોય ઓલપાડ, સચીન, પૂનાગામ દરેક જગ્યાએ સાઇકલ લઈને જ જાઉં છું. અત્યારે રોજનું 60 કિમી જેટલું સાઇકલિંગ થઈ જાય છે. મને જોઈને અન્ય 3 વેપારીઓએ પણ સાઇકલ લઈને જ પોતાના કામ પર જવાનું શરૂ કર્યું. -અજય બગદાવાલા

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...

  વધુ વાંચો