ગર્વ:સાયબર ક્રાઈમ નિયંત્રણ પ્રવૃત્તિમાં યોગદાન બદલ એવોર્ડ અપાયો

સુરત9 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પંડિત ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર ઈન્ટરનેશનલ ઓનર એવોર્ડ-2020

પંડિત ઈશ્વરચંદ્રવિદ્યાસાગરની 200 મી જન્મજયંતિ અને સેમુલ ફુટેની 300 મી જન્મજયંતિ નિમીત્તે ઈન્ટરનેશનલ એવોર્ડ સેરેમનીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સુરતના સાયબર ક્રાઈમ લોયર સ્નેહલ વકીલનાને ઈન્ટરનેશનલ સાયબર અપરાધ નિયંત્રણ ક્ષેત્રમાં વિશેષ યોગદાન આપવા બદલ પંડિત ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર ઈન્ટરનેશનલ ઓનર એવોર્ડ-2020 આપવામાં આવ્યો. આ એવોર્ડ ઈન્ટરનેશનલ સાયબર ક્રાઈમ કંટ્રોલ એક્ટિવિટીને ધ્યાનમાં રાખીને આપવામાં આવ્યો છે.

સ્નેહલ વકીલનાને આ પ્રકારના ઈનન્ટરનેશનલ એવોર્ડ 3 વખત મળી ચુક્યો છે. સ્નેહલ વકીલનાએ અત્યારસુધી હજારો કેસીસ સોલ્વ કર્યા છે. તેમણે નેશનલ અને ઈન્ટરનેશનલી પુલિસ ડિપાર્ટમેન્ટને ટ્રેનિંગ આપી છે. આ દરેક પ્રવૃત્તિને જોઈને અવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...