ટ્રાયલ:આજે અ’વાદ-મુંબઈ ‘વંદે ભારત’ની ટ્રાયલ, ટ્રેન 130 કિમીની સ્પીડે દોડશે

સુરત20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અમદાવાદથી સવારે 7 વાગ્યે ઉપડી બપોરે 1 વાગ્યે મુંબઈ પહોંચશે

દિલ્હી-આગ્રા વચ્ચે વંદે ભારતની ટ્રાયલ બાદ શુક્રવારે અમદાવાદ-વડોદરા-મુંબઈ વચ્ચે ટ્રાયલ થશે. ટ્રાયલ દરમિયાન ટ્રેનને 130 કિમી પ્રતિ કલાકની ઝડપે દોડાવાશેે. આ ટ્રેન અમદાવાદથી સવારે 7 વાગ્યે ઉપડી બપોરે 1 વાગ્યે મુંબઈ સેન્ટ્રલ પહોંચશે. આ ટ્રેનમાં 16 કોચ હશે. નોંધનીય છે કે તેની ટ્રાયલ રન 7 અને 8 સપ્ટેમ્બરના રોજ યોજાવાની હતી, પરંતુ આ ટ્રેન કોટાથી દિલ્હી પરત ફરી હતી જ્યાં તેનું દિલ્હી અને આગ્રા વચ્ચે સફળ પરીક્ષણ કરવામાં આવ્યું હતું. આ પછી હવે તેનું ટ્રાયલ રન અમદાવાદ-મુંબઈ વચ્ચે 9 સપ્ટેમ્બરે નક્કી કરવામાં આવ્યું છે.

નોંધનીય છે કે અગાઉ, ચંદીગઢના સોનાવલમાં તેની ઓસિલેશન ટ્રાયલ હાથ ધરવામાં આવ્યા બાદ, કોટા ડિવિઝનમાં કુલ 6 અલગ-અલગ સ્પીડ ટ્રાયલ હાથ ધરવામાં આવ્યા હતા.જેમાં તેના તમામ ટ્રાયલ અપેક્ષા મુજબ સાચા હોવાનું જણાયું હતું.તેની સાથે જ પશ્ચિમ મધ્ય રેલવેના કોટા - નાગદા - સવાઈ માધોપુર વિભાગ પર ટ્રાયલ કર્યા બાદ તેને 180-170ની ઝડપે ચલાવવામાં આવી હતી.

ઉધનામાં પશુ ફરતા ટ્રેન સાઇડિંગમાં મુશ્કેલી
ઉધના રેલવે યાર્ડ ખુલ્લું હોવાને લીધે યાર્ડની તમામ સ્ટેબલિંગ લાઈન આસપાસ પશુઓ ફરતા રહે છે. ગાય અને ભેંસ ટ્રેક આસપાસ હોવાને લીધે રેલવે કર્મીઓને પણ સમસ્યા આવે છે. રેલવે સૂત્રોના કહેવા પ્રમાણે પશુઓ આસપાસ ફરતા હોવાને લીધે ટ્રેનને પશુઓ હટવાની રાહ જોવી પડે છે. અમુક્વાર 5થી 15 મિનિટ સુધી પણ રાહ જોવી પડે છે.

અન્ય સમાચારો પણ છે...