તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
વર્ષ 2018માં પ્રધાનમંત્રી આવાસ યોજનાનો ડ્રો થયો હતો. જેમાં વેસુ સ્થિત આવેલા સુમન મલ્હાર આવાસમાં 660 ફ્લેટ ધારકોને ફ્લેટ ફાળવવામાં આવ્યા હતાં. દરમ્યાન મનપાની રકમ ચૂકવી દેવા છતાં આજદિન સુધી ફ્લેટનો કબ્જો ન મળતા રહીશોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું. જેથી આજે પાલિકાના અધિકારીઓ દ્વારા સ્થળ મુલાકાત કરી હતી અને લોકોની રજૂઆત સાંભળી હતી. ત્યારબાદ માર્ચ સુધીમાં ફ્લેટનો કબ્જો આપવાની હૈયાધરપત આપવામાં આવી હતી.
આ પણ વાંચોઃ પાલિકા કચેરીએ રહીશોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું
પાલિકાના અધિકારીઓએ પ્રોજેક્ટ મેનેજરને ખખડાવ્યા
વેસુ વિસ્તારમાં આવેલા રાહુલ રાજ મોલ પાછળ પ્રધાનમંત્રી આવાસ યોજના અંતગર્ત સુમન મલ્હાર આવાસનો વર્ષ 2018માં ડ્રો યોજવામાં આવ્યો હતો. જેમાં 660 ફ્લેટ ધારકોને ફ્લેટ ફાળવવામાં આવ્યા હતાં. પરંતુ ફ્લેટ ધારકોએ મનપાની તમામ પ્રક્રિયા તેમજ નાણા ચૂકવી દીધા હોવા છતાં બે વર્ષથી તેઓનો ફ્લેટનો કબજો સોપવામાં આવ્યો નથી. જેને લઈને લાભાર્થીઓએ મનપા કચેરી ખાતે આવી વિરોધ પ્રદર્શન યોજ્યું હતું. ફ્લેટનો કબ્જો તાત્કાલિક આપવા માંગ કરી હતી. જેથી આજે પાલિકાના અધિકારીઓએ સ્થળ મુલાકાત લીધી હતી. પ્રોજેક્ટ મેનેજરની ખખડાવી કામ ઝડપથી પુરૂ કરી કબ્જો આપવા જણાવ્યું હતું.
રહિશોની હાલત કફોડી થઈ
લાભાર્થીઓએ જણાવ્યું હતું કે, એક તરફ કોરોનાની મહામારી ચાલી રહી છે. ધંધા રોજગાર બંધ હોવાથી અમારી હાલત કફોડી બની છે. એક તરફ આ ફ્લેટના બેંકના હપ્તા તેમજ હાલ ભાડે રહેતા હોવાથી ભાડું ભરવું પડતું હોવાથી હાલત કફોડી બની છે. જેથી મનપા કમિશ્નર આ મામલે તાત્કાલિક કાર્યવાહી કરે તેવી માંગ કરી રહ્યાં છીએ.
પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.