બેઠક:પાલિકામાં ઓડિટવાંધાઓનું ‘ઓડિટ’ જરૂરી, 14 વર્ષમાં 4180 બિલ પેન્ડિંગ

સુરત10 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • સ્થાયીની ઓડિટ કમિટીની બેઠકમાં પેન્ડિંગ બિલોનો નિકાલ કરવા તાકીદ
  • બિલો પેન્ડિંગ રહેતાં 150 કરોડની સિક્યુરિટી પાલિકાની તિજોરીમાં જમા

પાલિકામાં સ્થાયી સમિતિની પેટા ઓડિટ કમિટિની બેઠક મળી હતી. જેમાં 2008થી 2022 સુધીમાં ઓડિટ વાંધાને લઇ પેન્ડીંગ બિલોની ફાઇલો પર ચર્ચા થઇ હતી. છેલ્લા 14 વર્ષથી કુલ 4180 બિલની ફાઇલ ઓડિટ વિભાગે વાંધા સૂચનો કાઢતા અટવાઈ છે.હવે નિરાકરણ માટે તજવીજ હાથ ધરાઈ છે. આગામી દિવસમાં ફરી ઓડિટ કમિટીની બેઠક બોલાવાઇ છે. આ બેઠકમાં તમામ વિભાગના વડા તથા ઝોનલ ચીફને પહેલીવાર ઉપસ્થિત રખાયા હતા. વર્ષોથી બિલો પેન્ડીંગ કેમ છે? શું કારણ છે? તે બાબતે વિસ્તૃત ચર્ચા થઇ હતી.

પાલિકાની તિજોરીમાં ઓડિટવાંધાના કારણે પેન્ડીંગ બિલોને લઇ 150 કરોડની સિક્યુરીટી ડિપોઝીટ જમા પડી છે. જેથી ફાઇનલ બિલોનું ઝડપથી નિરાકરણ કરીને ઇજારદારોને ડિપોઝીટ મળી રહે તે માટે પ્રયાસો કરાશે. આગામી 2 મહિનામાં 50 ટકા જેટલી ફાઇલોનું નિરાકરણ કરવા આયોજન છે.

ઉલ્લેખનીય છે કે, પાલિકામાં જુદા જુદા કામોના ટેન્ડરોમાં સિક્યુરીટી ડિપોઝીટ તેમજ રિટેન્શન મની અંગેના નિયમો છે. પરંતુ ચુસ્ત પાલન ન થતા વિસંગતતા ઉભી થઇ રહી છે. જેથી લાંબા સમય સુધી ફાઇનલ બીલોના સમયસર નિકાલ થતા નથી. જો કે આ બીલો મંજૂર ન થવાના કારણે પાલિકાને લાંબા સમયથી કરોડોની રકમ વગર વ્યાજે વાપરવા મળી રહી છે.

ઝોન વાઇઝ જુદી જુદી ફાઇલોની પેન્ડિંગ રકમ

સેન્ટ્રલ264
વરાછા-બી181
લિંબાયત437
વરાછા-એ416
અઠવા287
કતારગામ624
ઉધના457
રાંદેર388
હેડ ક્વાર્ટર1126
અન્ય સમાચારો પણ છે...